84% ભારતીયો પોતાના પાર્ટનર સાથે શેર કરે છે પાસવર્ડ : રિપોર્ટ - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • 84% ભારતીયો પોતાના પાર્ટનર સાથે શેર કરે છે પાસવર્ડ : રિપોર્ટ

84% ભારતીયો પોતાના પાર્ટનર સાથે શેર કરે છે પાસવર્ડ : રિપોર્ટ

 | 12:58 pm IST

અત્યારનો સમય ટેક્નોલોજીનો છે. દરેકનાં હાથમાં સ્માર્ટફોન અને તેમની સિક્યોરિટી પાસવર્ડ દ્વારા કરવામાં આવતી હોય છે. આ બધાની વચ્ચે એક ચોંકાવનારી હકીકત સામે આવી છે 89 ટકા ભારતીયો માને છે કે સંબંધોમાં પ્રાઈવસી જરૂરી છે, પંરતુ 84 ટકા લોકો પોતાના પાર્ટનરને પોતાનો પાસવર્ડ અને પિન નંબર શેર કરતા હોય છે. McAfeeની રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

આઈએએનએસની માહિતી અનુસાર, સર્વેમાં જાણવા મળ્યું કે 77 ટકા ભારતીયોનું માનવું છે ટેક્નોલોજીનો યૂઝ તેમનાં સંબંધનો એક ભાગ છે, જ્યારે 67 ટકા લોકોનું માનવું છે તેમનો પાર્ટનર ઈન્ટરનેટ સાથે જોડાયેલાં ડિવાઈસમાં વધારે ધ્યાન આપે છે.

McAfeeનાં વાઈસ પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડિરેક્ટર વૈંકટ કૃષ્ણાપુરએ એક નિવેદનમાં કહ્યું કે, આજે કનેક્ટેડ જીવનશૈલીમાં દરરોજના કામ અને ગ્રાહકો સાથે સંપર્ક ટેક્નોલોજી અને એપ્સ દ્વારા કરવામાં આવે છે. ટેક્નોલોજી પર તમારી નિર્ભરતાને કારણે લોકો અજાણ્યા લોકો સાથે પોતાની ખાનગી જાણકારી શેર કરતા હોય છે. તેના માટે તમારે જરૂર કરતા વધારે જાણકારી શેર કરતા પહેલાં સાવધાની રાખવી જોઈએ.

આ રિપોર્ટમાં જણાવામાં આવ્યું હતું કે, ચાર ભારતીયો માંથી ત્રણ (75 ટકા) પોતાના પાર્ટનરનું ધ્યાન પોતાના તરફ લાવવા માટે તેમના ડિવાઈસને લઈને ઝગડા થતા હોય છે.

તેના પછી 81 ટકા ભારતીયોનું કહેવું છે કે, તેમને પોતાનાં મિત્રો, પરિવારનાં સભ્યો અને તેમના જીવનમાં મહત્વપૂર્ણ વ્યક્તિની સાથે આ વાતને લઈને ઝગડો કરવો પડે છે કે જ્યારે તે સાથે હોય છે ત્યારે પોતાના પાર્ટનર કરતા ફોન પર વધારે ધ્યાન આપતા હોય છે.