85 lakh kidney patients in world, every year 24 lakh died because of kidney problem
  • Home
  • Health & Fitness
  • વિશ્વમાં કીડનીના 85 લાખ દરદીઓ, દર વર્ષે 24 લાખ દરદીઓ મોતને ભેટે છે

વિશ્વમાં કીડનીના 85 લાખ દરદીઓ, દર વર્ષે 24 લાખ દરદીઓ મોતને ભેટે છે

 | 6:10 am IST

આજે વિશ્વ કીડની દિવસ છે. વિશ્વમાં જુદા જુદા રોગો અને ક્રોનિક કીડની ડીસીઝના દર્દીઓની સંખ્યામાં ભયજનક વધારો થઈ રહ્યો છે. દર દસ વ્યકિતમાંથી એક વ્યકિતને કીડનીનો પ્રશ્ન થવાનો ભય રહે છે. આની પાછળ લોકોની બદલાયેલી જીવનશૈલી, ડાયાબીટીસ, હાઈબ્લડપ્રેસર વધુ પડતા પેઈનકીલરો કે એન્ટીબાયોટીકસ અથવા સ્ટીરોઈડના વપરાશ જવાબદાર છે.

કીડની સ્પેશ્યાલીસ્ટ ડો. સંજય પંડયાના જણાવ્યા મુજબ વિશ્વમાં દર વર્ષે 24 લાખ લોકો ક્રોનિક કીડની ડીસીઝના કારણે મોતને ભેટે છે. જીવલેણ રોગોમાં સીકેડી છઠા ક્રમે આવતો ગંભીર રોગ છે. લોકો સ્ટ્રેસ ભરી જીંદગી જીવે છે. આથી હાઈપરટેન્સન ઉંચુ લોહીનું દબાણ જેવા રોગોના ભોગ બને છે અને એ પછી કીડનીનો રોગ થાય છે.

આવી જ રીતે ડાયાબીટીસના દરદીઓને પણ કીડની રોગ થવાની શકયતા વધુ રહે છે. જે લોકો અવારનવાર વધુ પડતા નમક, મીઠાઈ, પેઈનકીલર લેતા હોય એને પણ કીડનીરોગ થવાની શકયતા રહે છે. લોકોએ જાગૃત બનીને ડાયાબીટીસ કાબુમાં રાખવો જોઈએ. અને બી.પીને પણ કાબુમાં રહે એવી કાળજી લેવી જોઈએ. બ્લડયુરિયા ,સીરમ ક્રિએટીનાઈનની લોહીમાં પ્રમાણની તેમજ ડાયાબીટીસ માટે જરૂરી ટેસ્ટ કરાવી સ્વાસ્થ્યની ચકાસણી અવારનવાર કરાવવી જોઈએ.

કીડની શિક્ષણ માટે વેબસાઈટ

લોકોમાં કીડની રોગ અને સારવાર બાબતે લોકજાગૃતિ આવે એ માટે રાજકોટ કીડની ફાઉન્ડેશન દ્વારા તમારી કીડની બચાવો ગુજરાતી પુસ્તકની ભારતીય તેમજ વિદેશી કુલ 37 ભાષામાં વેબસાઈટ પર પ્રસ્તુત થયુ છે, જે વિનામૂલ્યે ડાઉન લોડ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન