87% Indians not treading in cryptocurrencies : Survey
  • Home
  • Business
  • ભારતીયોને ક્રિપ્ટોકરન્સીમાં કેટલો વિશ્વાસ? સર્વેની માહિતી જાણવા જેવી ખરી

ભારતીયોને ક્રિપ્ટોકરન્સીમાં કેટલો વિશ્વાસ? સર્વેની માહિતી જાણવા જેવી ખરી

 | 3:23 pm IST
  • Share

  • દર બીજો ભારતીય ક્રિપ્ટોકરન્સીની તરફેણમાં નથી

  • દેશની 50% વસતી ઇચ્છે છે કે ડિજિટલ કરન્સીને કાયદેસર બનાવવામાં આવે

  • હાલ 71 ટકા ભારતીયોને આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સીમાં બિલકુલ વિશ્વાસ નથી

ક્રિપ્ટોકરન્સીની દેશમાં ખૂબ ચર્ચા થઇ રહી છે. સરકાર પણ આ મુદ્દાને ગંભીરતાથી લઇ રહ્યું છે. છેલ્લાં કેટલાંક સપ્તાહથી ક્રિપ્ટોકરન્સીને લઇ સરકાર કેટલીય બેઠકો કરી ચૂકયું છે. આ બધાની વચ્ચે LocalCirclesનો એક સર્વે સામે આવ્યો છે જેમાં ક્રિપ્ટોકરન્સીને લઇ દેશવાસીઓના મંતવ્ય જાણવાની કોશિશ કરાઇ છે.

સર્વેમાં સૌથી ચોંકાવનારો ડેટા સામે આવ્યો છે કે દર બીજો ભારતીય ક્રિપ્ટોકરન્સીની તરફેણમાં નથી એટલે કે દેશની 50% વસતી ઇચ્છે છે કે ડિજિટલ કરન્સીને કાયદેસર બનાવવામાં આવે. સર્વેમાં સામેલ 76 ટકા લોકો ઈચ્છે છે કે જ્યાં સુધી નિયમનકારી સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી દેશમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવામાં આવે.

54% ભારતીય ક્રિપ્ટોકરન્સીના પક્ષમાં નથી

સર્વેમાં વધુમાં જણાવ્યું છે કે હાલ 71 ટકા ભારતીયોને આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સીમાં બિલકુલ વિશ્વાસ નથી. જ્યારે 51 ટકા લોકો ઈચ્છે છે કે ભારત સરકાર પોતાની ડિજીટલ કરન્સી લોન્ચ કરે. તો 54 ટકા ભારતીયો ઈચ્છે છે કે સરકાર ક્રિપ્ટોકરન્સીને કાયદેસર ના કરે. પરંતુ તેના પર વિદેશી ડિજિટલ સંપત્તિની જેમ ટેક્સ લાગવો જોઈએ. જ્યારે 26 ટકા લોકો ક્રિપ્ટોકરન્સી અપનાવવાની તરફેણમાં છે અને તેઓ કહે છે કે તેને કાયદેસર બનાવવી જોઈએ અને પછી તેના પર ટેક્સ નાંખવો જોઈએ.

સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે 87 ટકા ભારતીય પરિવારો ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કે રોકાણ કરતા નથી, જ્યારે સર્વેમાં સામેલ 74 ટકા લોકોએ જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી સંબંધિત જાહેરાતોમાં જોખમો અંગે બતાવતા નથી.

ક્રિપ્ટોકરન્સી પર બિલ લાવવાની તૈયારી

વાસ્તવમાં કેન્દ્ર સરકાર ક્રિપ્ટોકરન્સીને લઈને શિયાળુ સત્રમાં બિલ લાવવાની તૈયારી કરી રહ્યા છે. તાજેતરમાં જ આરબીઆઈએ ક્રિપ્ટોકરન્સીને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી ત્યારબાદ આ મુદ્દાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

ક્રિપ્ટોકરન્સી પર નજર રાખનાર નિષ્ણાતોનો દાવો છે કે એપ્રિલ-2020માં ભારતનું ડિજિટલ મુદ્રા બજાર 923 મિલિયન ડોલર હતું, જે એપ્રિલ 2021માં વધીને 6.6 બિલિયન ડોલર થઈ ગયું છે. જો કે, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે ભલે દેશમાં ક્રિપ્ટોકરન્સી તરફ લોકોનો ઝોક વધ્યો છે. પરંતુ હજુ પણ લગભગ 70-80 ટકા ભારતીયોએ ક્રિપ્ટોકરન્સીમાં માત્ર રૂ.500 થી રૂ. 1000નું જ રોકાણ કર્યું છે.

LocalCircles એ ક્રિપ્ટોકરન્સીને લઈને છેલ્લા 15 દિવસમાં આ સર્વે કર્યો છે. આ સર્વેમાં 342 જિલ્લાના કુલ 56,000 લોકોના મંતવ્યો સામેલ કરવામાં આવ્યા છે. સર્વેમાં 66 ટકા પુરુષો અને 34 ટકા મહિલાઓનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આ સર્વેનો હેતુ એ જાણવાનો હતો કે ભારતીયોને ક્રિપ્ટોકરન્સીમાં કેટલો વિશ્વાસ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો