9 Baje 9 Minute: Gujarat People Turned Lights Off and earthen lamps
  • Home
  • Ahmedabad
  • 9बजे9मिनट: ગુજરાતમાં દિવાળી, ઝૂપડાંમાં પણ દીપ પ્રગટાવ્યો, લોકોએ ફટાકડાં ફોડ્યા

9बजे9मिनट: ગુજરાતમાં દિવાળી, ઝૂપડાંમાં પણ દીપ પ્રગટાવ્યો, લોકોએ ફટાકડાં ફોડ્યા

 | 9:34 pm IST

વડા પ્રધાન મોદીએ 9 વાગ્યે ને નવ મિનિટે દીપ પ્રગટવાની અપીલને સમગ્ર ગુજરાતીઓએ વધાવી લીધી હતી. 9 વાગ્યા પહેલાં જ લોકોએ પોતાની ઘરની લાઈટ બંધ કરીને હાથમાં દીવા અને ટોર્ચ સહિત લઈને ઉમટી પડ્યા હતા. આ સમય દરમિયાન લોકોએ ભારત માતાની જયનાં નારા પણ લગાવ્યા હતા. તો અનેક લોકોએ ફટાકડાં ફોડ્યા હતા.

ગુજરાતમાં અમદાવાદ, સુરત જેવાં શહેરો તો ઠીક પણ ગામડાઓમાં પણ લોકોએ લાઈટ બંધ કરી દીપ પ્રાગટ્ય કર્યું હતું. સીએમ રૂપાણીએ પણ ઘરે દીપ પ્રગટાવ્યા હતા. 

આ વખતે પણ હીરાબાએ પીએમ મોદીની અપીલ પર ઘરની બહાર હાથમાં થાળી લઈને દીપ પ્રગટાવ્યો હતો. 

 

 

ગુજરાતના રાજ્યપાલે પણ દીપ પ્રગટાવ્યો હતો.

વડોદરાનો અદભૂત ડ્રોન વીડિયોઃ 

હમ નહીં સુધરેંગેઃ લોકોએ ફોડ્યા ફટાકડા, ધાબે ટોળાં વળી ભેગાં થયા

દીપ પ્રગટાવા અને લાઈટ બંધ કરવા સુધી તો ઠીક હતું. અને થાળી વગાડવાની જેમ આ વખતે પણ લોકોનો ઉત્સાહ વધારે પડતો હતો. લોકો ફટાડકાં ફોડવા લાગ્યા હતા. ધાબા પર જઈને આતશબાજી કરી હતી. તો લોકોએ ભારત માતાની જય, વંદે માતરમના નારાં પણ લગાવ્યા હતા. 

લોકોએ વડાપ્રધાન મોદીની અપિલને માન આપીને 9 વાગ્યે 9 મિનિટ માટે દિપ પ્રાગટ્ય કર્યું હતું અને કોરોના સામે લડવા માટે સમગ્ર દેશ એક છે તેવો સંદેશો આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન