સ્ત્રીઓ માટે હસ્તમૈથુનના આ 4 ફાયદા શું તમે જાણો છો? - Sandesh
NIFTY 11,413.00 +57.25  |  SENSEX 37,814.21 +169.31  |  USD 69.8300 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • સ્ત્રીઓ માટે હસ્તમૈથુનના આ 4 ફાયદા શું તમે જાણો છો?

સ્ત્રીઓ માટે હસ્તમૈથુનના આ 4 ફાયદા શું તમે જાણો છો?

 | 5:23 pm IST

સ્ત્રીઓના હસ્તમૈથુનને લઈને લોકોમાં અલગ વિચારો હોય છે. એક સર્વ પ્રમાણે, 18 વર્ષથી વધુ ઉંમરની મોટાભાગની સ્ત્રીઓ અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વખત હસ્તમૈથુન કરે છે, પરંતુ કેટલીક સ્ત્રીઓ નિયમિતપણે કરે છે. જ્યારે 25 અને 29 વર્ષની વય વચ્ચેની માત્ર 7.9 ટકા સ્ત્રીઓ અઠવાડિયામાં બે વખત હસ્તમૈથુન કરે છે.

ડોક્ટરોના મતે, હસ્તમૈથુનથી કોઈ નુકસાન થતું નથી, ઉલ્ટાનું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. હસ્તમૈથુન કરવાથી સારી ઊંઘ આપે છે, જે તમને તણાવ દૂર કરવામાં મદદ કરે છે અને તમારા શરીરને રાહત આપે છે. હકીકતમાં, તે તમને ભાવનાત્મક અને શારીરિક આરામ આપવામાં મદદ કરે છે.

ત્વચા પર નિખાર આવે છે
ઓર્ગજમ તમારા શરીરમાં ઓક્સિટોક્સિનની માત્રામાં વધારો કરે છે, અને તે કોર્ટીસોલ જેવા હોર્મોન્સ ના ઉત્પાદન ને ઓછું કરે છે. આ તમારી ચામડીની બળતરા ઘટાડે છે અને ચામડી પેહલા કરતા વધુ સારી થઈ જાય છે.

તમે ખુશી અનુભવો છો
ઓર્ગજમથી એન્ડોર્ફિન, ડોપામાઇન અને ઑક્સીટોસિન પ્રકાશિત કરે છે, જે તમારા મૂડને સુધારી શકે છે.

તણાવ ઓછો થાય છે
જ્યારે તમે ઓર્ગઝમ મેળવો છો, ત્યારે તમારા શરીરમાં ઓક્સિટોક્સિન નામના હોર્મોનનું સ્રાવ વધે છે, જે તણાવ અને ડિપ્રેસન સામે લડવામાં મદદ કરે છે. જ્યારે તમારા પર ખૂબ જ ભાર આવે છે, ત્યારે તમારા શરીરમાં કોર્ટીસોલ હોર્મોનની માત્રા વધે છે અને હસ્તમૈથુન કરવાથી તેની માત્રામાં ઘટાડો શરુ થાય છે અને તમે પેહલા કરતા શાંતિ અને તણાવ મુક્ત થઈ જાવ છો.

ઊંઘ સારી આવવી
હસ્તમૈથુન તમને આરામ આપે છે. તે સેક્સુઅલ તણાવ અને તણાવથી છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે, જેનાથી તમે સારી ઊંઘ મેળવી શકો છો.