9 deals, including hydro, on PM Modi's Bhutan trip on the first day
  • Home
  • Business
  • PM મોદીની ભૂતાન યાત્રાના પ્રથમ દિવસે જ હાઈડ્રો સહિત 9 કરાર, જાણો વિગતે

PM મોદીની ભૂતાન યાત્રાના પ્રથમ દિવસે જ હાઈડ્રો સહિત 9 કરાર, જાણો વિગતે

 | 12:28 pm IST

ભારત બાદ ભૂટાનમાં પણ રૂપે કાર્ડ ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે દિવસના ભૂટાન યાત્રા પર છે. આ દરમિયાન પીએમ મોદીએ શનિવારે રૂપે કાર્ડ લોન્ચ કર્યું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરી કે, બંને દેશોની અર્થવ્યવસ્થા અને લોકોને એક સ્થાને લાવવા માટે મોદી અને ભૂટાન પ્રધાનમંત્રી ત્શેરિંગ લોતેયે સંયુક્ત રૂપથી રૂપે કાર્ડ લોન્ચ કર્યું. તેનાથી બંને દેશના નાગરિકોને સુવિધા મળશે.

પીએમ મોદીએ 9 કરાર મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા. તેમાં એક કરાર હેઠળ ઈસરો થિમ્પૂમાં અર્થ સ્ટેશન બનાવશે. તે સિવાય બંને દેશો વચ્ચે એક વિજળી ખરીદવાનો કરાર પણ થયો. અન્ય કરારો હેઠળ વિમાન અકસ્માચ અને દુર્ઘટનાની તપાસ, ન્યાયિક શિક્ષા, એકેડમિક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન, વિધિક શિક્ષા અને શોધના ક્ષેત્રમાં એમઓયુ કરવામાં આવ્યા.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે પીએમ મોદી અને ભૂતાનના પ્રધાનમંત્રીએ સંયુક્ત રૂપથી 720 મેગાવોટના માંગદેચૂ હાઈડ્રોઈલેક્ટ્રીક પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. એક કરાર હેઠળ થિમ્પૂમાં સેટકોમ નેટવર્કની સ્થાપના કરવામાં આવશે. રવીશ કુમારે કહ્યું કે મોદી અને ભૂતાનના પ્રધાનમંત્રીએ સંયુક્ત રૂપથી ગ્રાઉન્ડ અર્થ સ્ટેશન અને સેટકોમ નેટવર્કનું ઉદ્ઘાટન કર્યું. આ નિર્માણ ઈસરોના સહયોગથી કરવામાં આવ્યો છે. તેનાથી ભૂતાનના દુરના સ્થળોએ રહેનારાઓને સુવિધા મળશે. 

જાણકારી આપતા રવીશ કુમારે ટ્વીટ કરી કે, અમારી નેબરહુડ ફસ્ટ નીતિનું કેન્દ્રીય સ્તંભ રહેલા ભૂતાન માટે પ્રધાનમંત્રી મોદીની આ બીજી યાત્રા છે અને ફરીથી સરકાર બનાવ્યા બાદ પ્રથમ યાત્રા છે. બંને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય આદાન-પ્રદાન ચાલુ છે.

જણાવી દઈએ કે ભૂતાન યાત્રા પર જતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે હિમાલયી રાષ્ટ્રના મહત્વને તેની સરકાર સરસ જાણવામાં આવે છે. હાલના કાર્યાલયના પ્રારંભમાં હાલમાં જ થઈ રહેલી યાત્રા ભારત અને ભૂતાન વચ્ચે નક્કર સંબંધોને રેખાંકિત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન