9-hidden-camera-found-in-tamil-nadu-hostel
  • Home
  • Featured
  • યુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…

યુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…

 | 5:29 pm IST

તમિલનાડુના અદમ્બક્કમ સ્થિત મહિલા હોસ્ટલમાં ઘણા ગુપ્ત કેમેરા મળી આવ્યા છે. અહીં ભાડા પર રૂમ લેનાર મહિલાઓને ખબર નહોતી કે અહીં ગુપ્ત રીતે તેને કેમેરામાં કેદ કરવામાં આવી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે કેમેરા બાથરૂમના પ્લગ સોકેટમાં પણ લગાવવામાં આવ્યા હતા. આ હોસ્ટલ સંપથ રાજ દ્વારા ચલાવવામાં આવે છે. અત્યાર સુધી અહીં 9 હિડન કેમેરા પણ મળ્યા છે.

આરોપીએ હોસ્ટલમાં કેમેરા માત્ર બાથરૂમના સોકેટમાં નહીં, બલ્બ, હેંગર સુધી લગાવ્યા હતા. તેણે પોતાના હાથોની ઘડિયાળ સુધીમાં હિડન કેમેરો લગાવ્યો હતો. મહિલાઓનું કહેવું છે કે, સંપથ ઘણી વખત પોતાના રૂમમાં આવતો હતો, તો પોતાની કાળી અને લાલ ઘડિયાળથી તેમની ફિલ્મિંગ કરતા હતા.

કેન્દ્રિય ગુના શાખા દ્વારા દાખલ ભૂમિ અધિગ્રહણ કેસમાં આરોપી સંપથે સોશિયલ મીડિયા પર મહિલાઓને ભાડા પર ઘર આપવા માટે એક જાહેરાત આપી હતી. નવેમ્બરના પહેલા મહિનામાં 6 મહિલાઓએ ત્રણ રૂમો ભાડા પર લીધી હતી. સંપથે એક અન્ય વ્યક્તિ પાસેથી ભાડા પર ઘર લીધું હતું અને મહિલાઓને કહ્યું કે, તે પોતાના પરિવારની સાથે ક્યાંક જવાનો છે, પરંતુ મહિલાઓને તેને તે મકાન ભાડા પર આપી દીધું હતું અને તેના આવ્યા પહેલા કેમેરા લગાવી દીધા હતા. જ્યારે બીજી બાજુ જે વ્યક્તિ વિશે તેને કહ્યું હતું કે, તે પોતાના પરિવારની સાથે ચાલ્યો જશે, પરંતુ તે ક્યાંય ગયો નહોતા. તે વ્યક્તિ પણ તે બિલ્ડિંગમાં રહેતો હતો.

પોલીસનું કહેવું છે કે, સંપથ એન્જિનિયર છે તો એને ખબર હતી કે કેમેરા કેવી રીતે લગાવી શકાય, જેથી કોઇને તેના વિશે ખબર ન પડે. તેને સાઉન્ડ એક્ટિવેટવાળા કેમેરા બાથરૂમમાં લગાવ્યા હતા. જેવો બાથરૂમમાં પાણીનો અવાજ આવે તો તે ફિલ્મિંગ શરૂ કરી દેતો. પોલીસનું કહેવું છે કે, બાથરૂમમાં લગાવેલા કેમેરા એક્ટિવ છે પરંતુ કોઇ ફૂટેજ રેકોર્ડ થયા નથી.

પોલીસે કહ્યું કે, સંપથ નકલી ચાવીની મદદથી ફ્લેટની અંદર જતો હતો. સંપથ તે વખતે રૂમમાં જતો હતો, જ્યારે ત્યાં કોઇ હોતું નહોતું. તે ત્યાં જઇને ફૂટેજ એકત્રિત કરતો અને પોતાના ફોન કે લેપટોપમાં તેને ટ્રાન્સફર કરતો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.