નોટબંધી: ઇન્કમટેક્સ વિભાગની તપાસમાં 9 લાખ બેંક એકાઉન્ટ નીકળ્યા 'શંકાસ્પદ' - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • નોટબંધી: ઇન્કમટેક્સ વિભાગની તપાસમાં 9 લાખ બેંક એકાઉન્ટ નીકળ્યા ‘શંકાસ્પદ’

નોટબંધી: ઇન્કમટેક્સ વિભાગની તપાસમાં 9 લાખ બેંક એકાઉન્ટ નીકળ્યા ‘શંકાસ્પદ’

 | 8:13 pm IST

નોટબંધી પછી બેંક એકાઉન્ટ્સમાં લાખો અને કરોડો રૂ. જમા કરાવીને ઇન્કમટેક્સ વિભાગની નજરમાં આવી ગયેલા 18 લાખ લોકોમાંથી લગભગ અડધોઅડધ લોકોને ‘શંકાસ્પદ’ની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. 31 માર્ચે જ્યારે સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) પૂરી થશે એ પછી આ લોકો પર પગલાં લેવામાં આવશે. હકીકતમાં આ યોજનામાં સરકારે બ્લેકમની રાખનારા લોકોને પોતાની ઘોષિત સંપત્તિનો 50 ટકા ટેક્સ દઈને તેમજ કુલ રકમના 25 ટકા રકમ ચાર વર્ષ સુધી વ્યાજ ન આપતા ખાતામાં જમા કરાવીને બ્લેકમની ને વાઇટ કરવાનો વિકલ્પ આપ્યો છે. આ કારણે જ કડક પગલાં લેવા માટે યોજનાની સમાપ્તિની રાહ જોવાઈ રહી છે.

સરકારે ‘ઓપરેશન ક્લિન મની’ અંતર્ગત ઇન્કમટેક્સ વિભાગે 18 લાખ લોકોને એસએમએસ અને ઇ-મેઇલ મોકલ્યા હતા. વિભાગને જે ડેટા મળ્યો હતો એના વિશ્લેષણ પછી માહિતી મળી હતી કે 1000 રૂ. અને 500 રૂ.ની જૂની નોટો જમા કરાવવા માટે મળેલા 50 દિવસો દરમિયાન આ લોકોએ 5 લાખ રૂ.થી વધારે રકમ પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવી હતી. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે આ લોકોને કહ્યું હતું કે તેઓ 15 ફેબ્રુઆરી સુધી આ મામલે સ્પષ્ટતા કરીને પૈસાના સ્ત્રોતની માહિતી આપે.

મળતી માહિતી પ્રમાણે જે લોકોએ ઇન્કમટેક્સ વિભાગને કોઈ જવાબ નથી આપ્યો તેમની પાસે પોતાની ડિપોઝીટને યોગ્ય દર્શાવવા માટે રિટર્ન સહિત બીજો કોઈ ચોક્કસ વિકલ્પ હશે. જોકે હવે માત્રઆ ઇન્કમટેક્સ રિટર્ન દેખાડવાથી કોઈ કામ નહીં ચાલે અને જો ગયા વર્ષોની સરખામણીમાં 2016-17ની કમાણીમાં વધારે પડતો વધારો જોવામાં આવશે તો એને બ્લેકમની જ માનવામાં આવશે અને એના આધારે જ કાર્યવાહી કરવામાં આવશે.

સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે 18 લાખમાંથી ઓછામાં ઓછા 9 લાખ એકાઉન્ટ શંકાસ્પદ માનવામાં આવી રહ્યા છે. જોકે 18 લાખમાંથી 5.27 લાખ લોકોએ 12 ફેબ્રુઆરી સુધી પોતાનો જવાબ વિભાગને પહોંચાડી દીધો છે. આ 5.27 લાખ લોકોમાંથી 99.5 ટકા લોકોએ નોટબંધી પછી પોતાના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવેલી રકમનો સંતોષકારક જવાબ આપ્યો છે. આ પૈસા 7.41 લાખ બેંક એકાઉન્ટ્સમાં જમા કરાવવામાં આવ્યા હતા.