ગુજરાતમાં 9 લાખ કુંવારાઓ રાહ જોઇને બેઠા છે લગ્નની - Sandesh
  • Home
  • Gujarat
  • ગુજરાતમાં 9 લાખ કુંવારાઓ રાહ જોઇને બેઠા છે લગ્નની

ગુજરાતમાં 9 લાખ કુંવારાઓ રાહ જોઇને બેઠા છે લગ્નની

 | 12:06 pm IST

ગુજરાતમાં કેટલાંય કુંવારાઓ લગ્નની રાહ જોઇને બેઠા છે તેનું એક ઉદાહરણ આપણી સમક્ષ છે. પોરબંદરનો રમેશ પટેલ નામનો 34 વર્ષનો ખેડૂત કેટલાંય સમયથી લગ્ન કરવા માટે વાટ જોઇને બેઠો છે. એક મીડિયા રિપોર્ટમાં પટેલે કહ્યું કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને છોકરીઓ ગામડાંમાં લગ્ન કરવા માંગતી નથી. અમને એક છોકરી પસંદ આવી હતી પરંતુ એનો પરિવાર અમને પોરબંદર શહેરમાં શિફ્ટ થવાની માંગણી કરતો હતો. પરંતુ હું મારા માતા-પિતાનું એક માત્ર સંતાન છું અને ખેતીવાડીની સંપૂર્ણ જવાબદારી મારી છે એટલે મેં એને ના પાડી દીધી.

2011ની વસતી ગણતરીના ડેટા જણાવે છે કે રાજ્યમાં 25-34 વર્ષની ઉંમરના 11.83 લાખ યુવાનો લગ્નની રાહ જોઇ રહ્યાં છે. તેમાંથી 9.16 લાખ પુરુષ અને 2.67 લાખ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. એટલે દર બે કુંવારી સ્ત્રી સામે 7 કુંવારા પુરુષો છે અને આ બધા વચ્ચે 25 વર્ષની ઉંમર સુધીન કુલ 17.75 લાખ કુંવારા યુવક-યુવતીઓ ગુજરાતમાં રહે છે. આ આંકડા ગુજરાતમાં સેક્સ રેશિયોમાં વધી રહેલા અંતરને દર્શાવે છે.

1981ની સાલમાં રાજ્યમાં આ અંતર દર 1000 છોકરાઓ સામે 947 છોકરીઓનો હતો. જે 2011ની વસતી ગણતરી અનુસાર વધીને 886એ પહોંચી ગયો છે.

આ ડેટા પરથી એવું જાણવા મળે છે કે પોરબંદરમાં સૌથી વધુ કુંવારા પુરુષો અને સ્ત્રીઓ 7.48 ટકા છે. ત્યારબાદ નવસારીમાં 7.22 ટકા, જૂનાગઢમાં 6.7 ટકા, ભરૂચમાં 6.61 ટકા, અને અમદાવાદ 6.93 ટકાનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન