9 November 2019 History Date Ayodhya Case Verdict Ram Janmbhoomi Babri Masjid Berlin
  • Home
  • Featured
  • વિશ્વના ઇતિહાસમાં આજની તારીખનું ખાસ છે મહત્વ, આજે કરતારપુર અને અયોધ્યા પર ઈતિહાસ બનશે

વિશ્વના ઇતિહાસમાં આજની તારીખનું ખાસ છે મહત્વ, આજે કરતારપુર અને અયોધ્યા પર ઈતિહાસ બનશે

 | 10:16 am IST

9 તારીખ અને 11મો મહિનો.. આ માત્ર તારીખ નથી. પરંતુ એક એવો દિવસ છે જેમાં ઘણી એવી ઘટનાઓ ઈતિહાસના રૂપમાં લખાઈ ચુકી છે. પાંચ સદીઓથી ચાલતો આવતો અયોધ્યાભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ફેસલો સંભળાવશે. ચુકાદા પછી ભારતના ઈતિહાસમાં આ તારીખ સુવર્ણ અક્ષરોમાં લખાઇ જશે. તો જાણીએ આજની તારીખમાં ઇતિહાસમાં કંઇ કંઇ ઘટનાઓ બની ચુકી છે, જેને દુનિયા આજે પણ યાદ રાખે છે.

આજની જ તારીખ અને આજના જ દિવસે બર્દિનની દીવાલને પાડી દેવામાં આવી હતી. બર્લિનની દીવાલ પશ્ચિમી બર્લિન અને જર્મન લોકતાંત્રિક ગણરાજ્યની વચ્ચે એક અવરોધ હતી. જેણે 28 વર્ષ સુધી બર્લિન શહેરને પૂર્વી અને પશ્ચિમી ભાગોમાં વહેંચી રાખ્યો હતો. આ દીવાલને 13 ઓગસ્ટ 1961માં બનાવવામાં આવી અને 9 નવેમ્બર 1989 પછી તેને તોડી નાખવામાં આવી હતી. બર્લિનની દીવાલ જર્મન સરહદની સૌથી મહત્વપૂર્ણ ભાગ હતી અને શીત યુદ્ધનું મહત્વપૂર્ણ પ્રતીક પણ હતી.

આજના દિવસે 1675માં ગુરુ ગોવિંદ સિંહ શીખોના ગુરુ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે, પોતાના પિતા ગુરુ તેગ બહાદુરના મૃત્યું પછી 11 નવેમ્બર 1675માં તે શીખોના ગુરુ બન્યા હતા. ગુરુ ગોવિંદ સિંહે જ શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબને પુરો કર્યો હતો.

આજના દિવસે (09 નવેમ્બર 2019) ભારતના નાગરિકો માટે કરતારપુર સાહિબ કોરિડોરનું ઉદ્ધઘાટન કરવામાં આવશે. આઝાદી પછી એવું પહેલી વખત થવા જઇ રહ્યું છે કે, જ્યાં કોઇ રોકટોક વગર ભારતીય કરતારપુર સાહિબ ગુરુદ્વારેના દર્શન કરી શકે છે. 550મા પ્રકાશ પર્વ મનાવવા માટે ભારત-પાકિસ્તાનની બન્ને સરકારોએ મંજૂરી આપી દીધી છે. તેનું ઉદ્ધઘાટન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતમાં, જ્યારે ઈમરાન ખાન પાકિસ્તાનમાં તેનું ઉદ્ધઘાટન કરશે ઉદ્ધઘાટન થયા બાદ આજની તારીખ પણ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાઇ જશે.

11 નવેમ્બર 1985ના રોજ એડ્મ થીમ પર આધારિત પહેલી ટીવી ફિલ્મ ‘એન અર્લી ફોસ્ટ’ અમેરિકામાં પ્રદર્શિત કરવામાં આવી હતી. જેનું નિર્દેશન John Ermanએ કર્યું હતું.

આજની તારીખ 1973માં પહેલી આંતરરાષ્ટ્રીય પોસ્ટ ટિકીટનું પ્રદર્શન નવી દિલ્હીમાં શરૂ કરવામાં આવી હતી.

1966માં અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ અંતરિક્ષ યાન ‘જેમિની-12’ લૉન્ચ કરવામાં આવ્યું હતું.

2000માં ઓસ્ટ્રિયામાં સુરંગમાંથી પસાર થતી ટ્રેનમાં આગ લાગવાથી 170 લોકોના મૃત્યું થઇ ગયા હતા. તમને જણાવી દઇએ કે, આ ટ્રેન, એક સુરંગમાં ફસાઇ ગઇ હતી અને તેમાં આગ લાગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન