9 Point Agenda Suggested by India to G-20 for actio against fugitive economic offences
  • Home
  • Featured
  • નીરવ, મેહુલ, માલ્યા જેવાઓ પર ગાળિયો કસવા PM મોદીએ રજૂ કર્યો પ્લાન

નીરવ, મેહુલ, માલ્યા જેવાઓ પર ગાળિયો કસવા PM મોદીએ રજૂ કર્યો પ્લાન

 | 11:23 am IST

આર્જેન્ટીનામાં આયોજીત G-20 શિખર સમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના વડાપ્રધાન શિંજો આબે સહિત દુનિયાભરના અનેક રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત યોજી હતી. જેમાં તેમણે વૈશ્વિક અને બહુપક્ષીય હિતોને લઈને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. આ દરમિયાન વડાપ્રધાને આર્થિક અપરાધને દુનિયા માટે સૌથી મોટો ખતરો ગણાવી તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવા 9 સુત્રનો એજંડા દુનિયા સામે રજુ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રના આતંકવિરોધી નેટવર્કને વધારે મજબુત કરવાની સલાહ આપી. આ બેઠકમાં વડાપ્રધાને કાળા નાણાં વિરૂદ્ધ પણ દુનિયાના દેશોને એકજુથ થવા આહવાન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભાગેડુ આર્થિક અપરાધોના ગુનેગારોનો પણ ઉલ્લેખ કર્યો. વડાપ્રધાની પોતાના ભાષણમાં આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

આર્જેંટિનાના બ્યૂનો આયર્સ શહેરમાં G-20 શિખર સમ્મેલનમાં વિશ્વભરના રાજનેતાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક યોજી હતી. જેમાં તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, દુનિયાભરના દેશોને આતંકવાદ અને આર્થિક ગુનાઓનો સામનો કરવા માટે એકજુથ થવું જોઈએ. આ આજની જરૂર છે. આપણે આતંકવાદ, કટ્ટરવાદ અને આર્થિક ગુનેગારો વિરૂદ્ધ એકજુથ થઈને પગલા ભરવા જોઈએ.

G-20 શિખર સમ્મેલનમાં ચીન વિરૂદ્ધ મોરચેબંધી!

બેઠક દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પહેલી ત્રિપક્ષીય બેઠક યોજી. રણનૈતિક રીતે મહત્વના હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીન દ્વારા પોતાની શક્તિનું પ્રદર્શન કરવાને ધ્યાનમાં રાખીને આ બેઠક ખુબ જ મહત્વની છે.

મોદીએ સહભાગી મૂલ્યો પર સાથે મળીને કામ કરવાનું યથાવત રાખવા પર ભાર આપતા કહ્યું હતું કે, JAI (જાપાન, અમેરિકા, ભારત)ની બેઠક લોકતાંત્રીક મૂલ્યો પ્રત્યે સમર્પિત છે…JAIનો અર્થ જીત શબ્દ સાથે પણ સંકળાયેલો છે.

આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વૈશ્વિક નેતાઓ સમક્ષ આર્થિક ગુનેગારોને લઈને ઉઠાવવામાં આવેલા મુદ્દાના કેન્દ્રમાં નીરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા જેવાનો હોઈ શકે. આમ આગામી સમયમાં આ આર્થિક ગુનેગારોની મુશ્કેલીઓ વધે તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન