EXIT POLL: 9 Seats Benefit For BJP According Ti Exit Poll
  • Home
  • Election 2019
  • EXIT POLL: મમતા બેનર્જીનાં કિલ્લામાં બીજેપીએ પાડ્યું ગાબડું, મળશે આટલી સીટો

EXIT POLL: મમતા બેનર્જીનાં કિલ્લામાં બીજેપીએ પાડ્યું ગાબડું, મળશે આટલી સીટો

 | 7:59 pm IST

લોકસભા ચૂંટણી માટે 7 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે સૌની નજરો 23 મેનાં થનારી મતગણતરી પણ ચોંટેલી છે. પશ્ચિમ બંગાળમાં મુખ્ય મુકાબલો ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ, બીજેપી અને ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસ વચ્ચે છે. ટાઇમ્સ નાઉ અને વીએમઆરનાં 19 એપ્રિલ સુધીનાં એક્ઝિટ પૉલ્સ પ્રમાણે અહીં બીજેપીને 9 સીટોનો ફાયદો મળવાની આશા છે, જ્યારે કૉંગ્રેસને 2 સીટો અને મમતા બેનર્જીની તૃણમૂલ કૉંગ્રેસને 6 સીટોનું નુકસાન જોવા મળી રહ્યું છે.

પશ્ચિમ બંગાળની કુલ 42 લોકસભા સીટો પર થયેલા મુકાબલામાં વર્ષ 2014માં કૉંગ્રેસને 4 સીટો મળી હતી. બીજેપીનાં ભાગમાં 2 સીટો આવી હતી અને તૃણમૂલ કૉંગ્રેસને 34 સીટો મળી હતી. અહીં લેફ્ટ ફ્રંટને 2 સીટો મળી હતી. ટાઇમ્સ નાઉ અને વીએમઆરનાં સર્વે અનુસાર 2019માં કૉંગ્રેસને 2 સીટોનું નુકસાન થઈ શકે છે. આવામાં તેને ફક્ત 2 સીટો પર જીત મળવાની આશા છે. તો બીજેપીને આ વખતે 9 સીટોનો ફાયદો થશે તેવું અનુમાન છે, જેનાથી બીજેપીને પશ્ચિમ બંગાળમાં 11 સીટો પર જીત મળી શકે છે. તૃણમૂલ કૉંગ્રસને 6 સીટોનાં નુકસાન સાથે 28 સીટો મળવાની આશા છે. અહીં એક્ઝિટ પૉલ્સ અનુસાર લેફ્ટ ફ્રંટ એક સીટ પર જ રહેશે.

એક્ઝિટ પૉલ્સ અનુસાર આ પ્રમાણે છે વૉટ શેર

ગત વખતનાં આંકડાઓ પર નજર નાંખીએ તો 2014માં કૉંગ્રેસ 9.6 ટકા વૉટ મળ્યા હતા. બીજેપીને 16.8 ટકા મત મળ્યા હતા અને તૃણમૂલ કૉંગ્રેસને 39.4 ટકા વૉટ મળ્યા હતા. અહીં લેફ્ટ ફ્રંટનાં ખાતામાં 29.6 ટકા વૉટ ગયા હતા અને અન્યનાં ખાતામાં 4.6 ટકા વૉટ ગયા હતા. એક્ઝિટ પૉલ્સ પ્રમાણે 2019માં કૉંગ્રેસને 8.8 ટકા વૉટ મળી શકે છે, જ્યારે બીજેપીને 31.86 ટકા વૉટ મળવાની આશા છે. તૃણમૂલ કૉંગ્રેસને 0.3 ટકા વૉટનાં નુકસાન સાથે 39.1 ટકા મત મળવાની સંભાવના છે. લેફ્ટ ફ્રંટને આ વખતે 13.7 ટકા વૉટ ઓછા મળશે અને તેને 15.9 ટકા મત મળવાની આશા છે. તો બીજી તરફ અન્યને 0.26 ટકા વૉટનાં નુકસાન સાથે 4.34 ટકા વૉટ મળવાની આશા છે.

પશ્ચિમ બંગાળમાં દરેક તબક્કામાં જોવા મળી હિંસા

લોકસભા સીટનાં પ્રમાણે યૂપી અને મહારાષ્ટ્ર બાદ પશ્ચિમ બંગાળમાં 7 તબક્કામાં ચૂંટણી થઈ. અહીં ટીએમસી અને બીજેપીની વચ્ચે ઘણા જ તીખા ચૂંટણી હુમલા થાય. પશ્ચિમ બંગાળમાં લગભગ દરેક તબક્કામાં હિંસા જોવા મળી. અંતિમ તબક્કા પહેલા કોલકાતામાં બીજેપી અધ્યક્ષ અમિત શાહનાં રૉડ શૉ દરમિયાન હિંસા, પથ્થરમારો અને આગ ચાંપવામાં આવી હતી. આ કારણે ચૂંટણી પંચે નિર્ધારિત સમયનાં એક દિવસ પહેલા જ ચૂંટણી પ્રચારને અટકાવી દેવાનાં આદેશ આપ્યા હતા. ચૂંટણી પંચનો આ નિર્ણય અભૂતપૂર્વ હતો. અત્યાર સુધી આવું કોઈપણ રાજ્યમાં નહોતુ થયું. યૂપી, બિહાર ઉપરાંત પશ્ચિમ બંગાળ ત્રીજુ એવું રાજ્ય હતુ જ્યાં દરેક 7 તબક્કામાં વૉટિંગ થયું.

કેવું હતુ ગત વખતે પ્રદર્શન?

વાત જો ગત વખતનાં પ્રદર્શનની કરીએ તો 2014માં ટીએમસીનાં જૂથને 42 સીટોમાંથી 34 સીટો મળી હતી. કૉંગ્રેસનાં ખાતામાં 4, સીપીએમને 2 અને બીજેપીમે 2 સીટો મળી હતી. ગત પંચાયતની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરનારી બીજેપીની તાકાતને પહોંચી વળવા મમતા બનેર્જીએ આ વખતે દરેક 42 સીટો પર જીતનો નારો આપ્યો હતો. બીજી તરફ બીજેપીએ પણ મમતાને હરાવવા માટે સંપૂર્ણ તાકા લગાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન