900 કરોડમાં વેચાયું 'ડોટ વેબ' ડોમેન નામ - Sandesh
  • Home
  • Technology
  • 900 કરોડમાં વેચાયું ‘ડોટ વેબ’ ડોમેન નામ

900 કરોડમાં વેચાયું ‘ડોટ વેબ’ ડોમેન નામ

 | 7:00 pm IST

ડોટ વેબ ડોમેનને નૂ ડોટએ 900 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. ન્યૂ ડોટ સિવાય ગૂગલ, એફિલિયાસ, રેડિક્સ અને ડૂ નટ્સે પણ હરાજીમાં ભાગ લીધો હતો. અત્યાર સુધીની આ સૌથી મોટી બોલી છે. નૂ ડોટને ડોમેનના નામમાં ફેરબદલ કરવાનો અધિકાર પણ મળી ગયો છે. આ હરાજીમાં ચાર વર્ષ લાગી ગયા હતા. આ પ્રક્રિયાની શરૂઆત 2012માં શરૂ થઈ હતી.

આ ડોમેનની હરાજી આઈસીએએનએનને કરી હતી. આ નોનપ્રોફીટ સંસ્થા છે. જે ઈન્ટરનેટ સાથે જાડેયેલ ડેટાબેસનું સમન્વય અને પ્રક્રિયાનું નામ સંભાળે છે. આનાથી પહેલા ડોટ શોપ ડોમેન જાન્યુઆરી, 2016માં 276 કરોડ રૂપિયામાં વેચાઈ છે. આ રીતે 2015માં ડોટ એપ 166માં વેચાઈ હતી.

21 વર્ષ જુની અમેરિકન કંપની
21 વર્ષ જુની અમેરિકન કંપની ઈન્ટરનેટના શીર્ષ સ્તરના ડોમેન ડોટ કોમ, ડોટ નેટ અને ડોટ નેમ માટે અધિકારીત રીતે રજિસ્ટ્રેશન સંચાલિત કરે છે. આ ડોટ નેમ અને ડોટ જીવીઓ માટે પણ અનુબંધિત રજિસ્ટ્રેશન ઓપરેટર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન