91 schools in ahmedabad dont have fire noc
  • Home
  • Ahmedabad
  • બાળકોની જિંદગી પર જોખમ, અમદાવાદની 91 સ્કૂલો પાસે ફાયર NOC જ નથી

બાળકોની જિંદગી પર જોખમ, અમદાવાદની 91 સ્કૂલો પાસે ફાયર NOC જ નથી

 | 7:25 pm IST
  • Share

  • કોરોના બાદ બાળકોના માથે નવું જોખમ
  • અમદાવાદમાં 1400થી વધુ ટ્યૂશન ક્લાસીસ ફાયર NOC વિનાના
  • વાલીઓ પાસેથી જંગી ફી વસૂલ્યા બાદ ફાયર NOC લેવાનું કેમ ભૂલી જવાય છે?

 

કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂમાં આવ્યા બાદ સ્કૂલો શરૂ થઈ ગઈ છે, પરંતુ બાળકો પર હવે નવું એક જોખમ ઉભુ થયું છે. રાજ્યમાં સ્કૂલો, કૉલેજો અને ટ્યૂશન ક્લાસિસોમાં આગ લાગવાની ઘટનાઓ છાશવારે સામે આવતી હોય છે. આમ છતાં આપણે તેમાંથી હજુ પણ સબક ના લીધો હોય, તે પ્રકારના આંકડા સામે આવ્યા છે.

જો અમદાવાદની વાત કરીએ તો, શહેરમાં આવેલી 2,474 જેટલી સ્કૂલ-કૉલેજો પૈકી 91થી વધારે સ્કૂલ-કૉલેજોએ ફાયર NOC નથી મેળવી. વાલીઓ પાસેથી મસમોટી ફી વસૂલતી સ્કૂલો વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ફાયર NOC લેવાનું કે રિન્યુ કરાવવાનું કેમ ભૂલી જાય છે? તે એક મોટો પ્રશ્ન છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં તક્ષશીલા ટ્યૂશન ક્લાસિસમાં લાગેલી આગ બાદ રાજ્યભરમાં ટ્યૂશન ક્લાસિસના ફાયર સેફ્ટી મુદ્દે તાબડતોડ કાર્યવાહી હાથ ધરાઈ હતી. જો કે ત્યાર પછી આ કાર્યવાહી માત્ર કાગળ પર જ રહી ગઈ. અમદાવાદમાં પણ અંદાજિત 3 હજારથી વધુ ટ્યૂસન ક્લાસીસ આવેલા છે. જે પૈકી 1,672 ક્લાસીસ પાસે જ ફાયર NOC છે. જ્યારે 1400થી વધુ ટ્યૂશન ક્લાસીસ ફાયર એનઓસી વિના જ ધમધમી રહ્યાં છે.

હવે મોટાભાગની સ્કૂલો-કૉલેજોમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે, ત્યારે આવા ફાયર એનઓસી વિનાના એકમો વિદ્યાર્થીના જીવ પર જોખમ ઉભુ કરી શકે છે. આથી તોતિંગ ફી વસૂલતી સ્કૂલો અને ટ્યૂશન ક્લાસીસ વિદ્યાર્થીઓ માટે મુસીબત ના બને તે માટે ફાયર NOC લેવું અને ફાયર સેફ્ટીના સાધનો લેવા જરૂરી થઈ ગયા છે.

અમુક સ્કૂલ-કૉલેજો તો એવી છે, જેમણે અનેક વખત નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં તેઓએ ફાયર NOC લેવાની તસ્દી નથી લીધી. ફાયર NOC નહીં લેનાર સ્કૂલ, કોલેજ અને ટ્યૂશન ક્લાસીસને ક્લોઝર નોટિસ અપ્યા બાદ સીલ કરવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો