94% Indians in the US think about PM Modi, the secret that opens!
  • Home
  • Featured
  • અમેરિકામાં વસતા 94 ટકા ભારતીયો પીએમ મોદીને લઇને શું વિચારે છે, ખુલ્યું રહસ્ય!

અમેરિકામાં વસતા 94 ટકા ભારતીયો પીએમ મોદીને લઇને શું વિચારે છે, ખુલ્યું રહસ્ય!

 | 8:03 am IST

લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં એનડીએને ૫૪૨માંથી ૩૫૩ સીટ મળી છે અને ભાજપને એકલા હાથે ૩૦૩ સીટો મળી છે. આ ઉપરાંત વિદેશમાંથી પણ મોદીને અદ્ભુત સમર્થન મળ્યું છે.

અમેરિકામાં મે મહિનાની શરૂઆતમાં FIIDS દ્વારા હાથ ધરવામાં આવેલા સરવેમાં અમેરિકામાં વસતા ૯૩.૯ ટકા એનઆરઆઈ ભારતીયો એવું ઈચ્છતા હતા કે નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બને. જ્યારે ૯૫.૫ ટકા એનઆરઆઈએ ભારતનાં વિદેશ મંત્રાલયનાં કામકાજની પ્રશંસા કરી હતી.

સ્વચ્છ ભારત યોજનાને ૮૬.૯ ટકાએ વખાણ્યું

અમેરિકાનાં પબ્લિક એન્ડ ઈન્ટરનેશનલ પોલિસી પ્લેટફોર્મ ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડી (FIIDS) દ્વારા આ સ્ટડી હાથ ધરવામાં આવ્યો હતો. સરવેમાં લોકોને મોદી સરકારની કામગીરી, તેમની છબી, યોજનાઓ અને વિદેશ બાબતો અંગે પ્રશ્નો પુછવામાં આવ્યા હતા.

૯૨ ટકા એનઆરઆઈનું માનવું હતું કે, ૨૦૧૪ની સરખામણીમાં વિદેશોમાં ભારતનું સન્માન વધ્યું છે. જ્યારે ૯૩ ટકાએ કહ્યું હતું કે, મોદી સરકારે ભારતમાં રોડ, રેલવે, નદીઓ, ટ્રાન્સપોર્ટેશન તેમજ વીજળી જેવા વિકાસ કાર્યોમાં શાનદાર કામ કર્યું છે. સરવેમાં મોદી સરકારની સ્વચ્છ ભારત યોજનાને ૮૬.૯ ટકા તેમજ મેક ઈન ઈન્ડિયાને ૮૪.૬ ટકા, ડિજિટલ ઈન્ડિયાને ૮૪.૩ ટકા તેમજ ૭૧ ટકાએ સ્ટાર્ટ – અપ ઈન્ડિયાની પ્રશંસા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન