9th-february-2019-top-headlines-till-06-pm/
  • Home
  • Featured
  • [email protected] PM: ગુજરાત સર કરવા કોંગ્રેસે બનાવ્યો ‘પ્લાન’ આસામમાં ગરજ્યા PM મોદી

[email protected] PM: ગુજરાત સર કરવા કોંગ્રેસે બનાવ્યો ‘પ્લાન’ આસામમાં ગરજ્યા PM મોદી

 | 5:56 pm IST

આસામમાં ગરજ્યા PM મોદી. કોંગ્રેસે બનાવ્યો પ્લાન: 40થી વધુ દિગ્ગજ નેતાઓ 500 સભાઓ કરી ગુજરાતને ધમરોળશે. કુંભમાં સ્નાન કરતી મહિલાઓને દર્શાવવામાં આવતા અલાહાબાદ હાઈકોર્ટ લાલઘુમ. પ્રેમિકાની વારંવારની શરીર સુખની માંગણીથી કંટાળી પ્રેમીએ લીધો આવો નિર્ણય. સંસદમાં મહિલા સાંસદ પહેરીને આવ્યા કંઈક એવું કે મળી રહી છે દુષ્કર્મની ધમકીઓ. શા માટે સલમાન ખાન પોતાની હીરોઇન્સને નથી કરતો કિસ? ટીવીનાં જાણીતા એક્ટરનું થયું બ્રેકઅપ. ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી T-20 મેચમાં ધુણ્યું #Meetooનું ભૂત. આ 3 રાશિના લોકોએ ભૂલથી પણ ન પહેરવી જોઇએ ચાંદીની વીંટી સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: આસામમાં ગરજ્યા PM મોદી : જરૂરી તપાસ હાથ ધર્યા વગર કોઈને પણ નાગરિકતા નહીં અપાય

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસમના ચાંગસારેના અમીનગાંવમાં નાગરિક સંશોધન બિલ અને એનઆરસીના બહાને વિરોધપક્ષોને બરાબરનો આડેહાથ લીધો હતો. તેમણે કહ્યું હતું કે, આપણે ભારતના સંસાધનો પર કબજો કરવાના ઈરાદે ઘુસનારાઓ અને અયાચારના કારણે પોતાના ઘર છોડવા મજબુર બનેલા લોકોનો ફરક સમજવો જોઈએ.

વધુ વાંચવા કરો ક્લિક-2: કોંગ્રેસે બનાવ્યો પ્લાન: 40થી વધુ દિગ્ગજ નેતાઓ 500 સભાઓ કરી ગુજરાતને ધમરોળશે

લોકસભા 2019ની ચૂંટણી અંગે ગુજરાત કોંગ્રેસની કેમ્પેન કમિટીની બેઠક યોજાઇ હતી. હાલમાં દિલ્હીના નેતા ગુજરાતની મુલાકતે છે. દિલ્હીમાં રાહુલ ગાંધી ગુજરાતના નેતાઓ સાથે રણનીતિ ઘડશે.

વધુ વાંચવા કરો ક્લિક-3: કુંભમાં સ્નાન કરતી મહિલાઓને દર્શાવવામાં આવતા અલાહાબાદ હાઈકોર્ટ લાલઘુમ

હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પવિત્ર કુંભ મેળો ચાલી રહ્યો છે. કુંભની વિશેષતા તેનું પવિત્ર સ્નાન છે. માટે પવિત્ર સ્નાન માટે કુંભમાં કરોડોની સંખ્યામાં લોકો ડૂબકી લગાવે છે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ શામેલ હોય છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: પ્રેમિકાની વારંવારની શરીર સુખની માંગણીથી કંટાળી પ્રેમીએ લીધો આવો નિર્ણય

પ્રેમ જયારે હદથી વધે અને મુશ્કેલી જન્માવે ત્યારે પ્રેમ ઝેર બનીને હિંસક સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે. કંઈક આવી જ પ્રતીતિ કરાવતો કિસ્સો મોરબી જીલ્લાના વાંકાનેરમાં પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક જ કારખાનામાં કામ કરતા પ્રેમીએ પ્રેમિકાના ત્રાસથી કંટાળી ને કુહાડીનો ઘા ઝીંકી પ્રેમિકાને જ મોતને ઘાટ ઉતારી દીધી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-5: સંસદમાં મહિલા સાંસદ પહેરીને આવ્યા કંંઈક એવું કે મળી રહી છે દુષ્કર્મની ધમકીઓ

બ્રાઝિલમાં એક મહિલા સાંસદ લો-કટ ડ્રેસ પહેરવાને લઈને લોકોની ટિકાઓનો સામનો કરી રહ્યાં છે. જોકે કેટલાક લોકો તો ટીકા કરવા જતા ભાન ભુલ્યા હતાં અને તેમણે મહિલા સાંસદને બળાત્કારની ધમકીઓ પણ આપી દીધી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-6: દરિયાકિનારાથી યુવકને એવી અજબની વસ્તુ મળી કે…18.5 કરોડ વર્ષ જૂનું રાઝ ખૂલ્યું

દુનિયામાં એવી કેટલીય અજીબોગરીબ વસ્તુઓ છે જેની શોધ એ સમય-સમય પર લોકોને સ્તબ્ધ કરી દે છે. એક આવી જ અજીબોગરીબ ઘટના બ્રિટનના યોર્કશાયરમાં એક યુવકને મળી છે, તેને 18.5 કરોડ વર્ષ જૂના કેટલાંય રાઝ ખોલી દીધા છે. આ શોધથી વૈજ્ઞાનિક પણ હેરાન છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: શા માટે સલમાન ખાન પોતાની હીરોઇન્સને નથી કરતો કિસ? આ રહ્યું રસપ્રદ કારણ

વેલેન્ટાઇન વીક ચાલી રહ્યો છે અને 13 ફેબ્રુઆરીનાં રોજ કપલ્સ કિસ ડે સેલિબ્રેટ કરશે. આ પહેલા અમે તમારા માટે બોલીવુડમાંથી ‘કિસ’નો એક ખાસ કિસ્સો લઇને આવ્યા છીએ. બોલીવુડ ફિલ્મોમાં રોમાંસ અને કિસ સીન ના હોય એવું ભાગ્યે જ જોવા મળતુ હોય છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: ટીવીનાં જાણીતા એક્ટરનું થયું બ્રેકઅપ, 2 વર્ષ પહેલા જ પત્નીએ આપ્યા હતા છૂટાછેડા

ટીવીનાં જાણીતા અભિનેતા વિવિયન ડીસેનાએ વર્ષ 2017માં પોતાની પત્ની વાહબિઝ દોરાબજીથી છૂટાછેડા લઇ લીધા હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે વિવિયનનું દિલ એકવાર ફરી તુટ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી T-20 મેચમાં ધુણ્યું #Meetooનું ભૂત, આ ખેલાડી નિશાને

ન્યૂઝીલેન્ડ સામે રમાયેલીT-20 સિરીઝની બીજી મેચમાં ભારતે, ન્યૂઝીલેન્ડની ટીમને સાત વિકેટથી માત આપીને ત્રણ મેચની આ સિરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: દેવું ઘટાડવા દેશના સૌથી અગ્રણી બિઝનેસમેન મુકેશ અંબાણી ભરશે આવું પગલું

પોતાના દેવાને ઓછૂ કરવા માટે રિલાયન્સ જિયો ખુબ જ જલ્દી પોતાની બે કંપનીઓને વેચવા જઇ રહ્યું છે. જિયો પર બજારના લગભગ 3 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આ સમગ્ર સોદો 15 બિલિયન ડૉલર(1.07 લાખ કરોડ રૂપિયા)માં થશે.

વધુ વાંચવા કરો ક્લિક-11: ઈન્સ્ટાગ્રામ વાપરનારાઓ માટે ખાસ સમાચાર, જાણી લો નવા નિયમો

જાણિતી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ ઈન્સ્ટાગ્રામ હવે તેની પોલિસી બદલવા જઈ રહ્યું છે. ફેસબુક માલિકીની ફોટો શેરિંગ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામમાં પોતાને નુકસાન પહોંચાડવા અને આક્રમક પોસ્ટને લઇને એક મહત્વનો નિર્ણય લેશે છે.

વધુ વાંચવા કરો ક્લિક-12: આ 3 રાશિના લોકોએ ભૂલથી પણ ન પહેરવી જોઇએ ચાંદીની વીંટી, જીવ માટે જોખમ

જ્યોતિષ અનુસાર કેટલીક એવી વાતો હોય છે જેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. કહેવાય છે જ્યોતિષશાસ્ત્ર મુજબ વ્યક્તિના જીવનથી જોડાયેલી દરેક સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે.

વધુ વાંચવા કરો ક્લિક-13: કરાવો છો બિકીની વેક્સ તો આ વાતોનું રાખો ખાસ ધ્યાન, નહીં થાય કોઇ સમસ્યા

આજકાલ દરેક લોકો પોતાના શરીરના અણગમતા વાળને દૂર કરવા માટે વેક્સ કરે છે. હાથ અને પગની વેક્સ ટિપ્સતો તમે જાણતા જ હશો. પરંતુ તમારે કોઇ સેંસિટિવ પાર્ટ્સના વાળ નીકાળવા છે તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન