News @03 PM: મોદી સરકાર મધ્યમ વર્ગને આપશે નવી ભેટ સહિતના મહત્વના સમાચાર - Sandesh
  • Home
  • Gujarat
  • News @03 PM: મોદી સરકાર મધ્યમ વર્ગને આપશે નવી ભેટ સહિતના મહત્વના સમાચાર

News @03 PM: મોદી સરકાર મધ્યમ વર્ગને આપશે નવી ભેટ સહિતના મહત્વના સમાચાર

 | 2:53 pm IST

સવર્ણ જાતીને 10 ટકા અનામત આપ્યા બાદ કેન્દ્રની મોદી સરકાર સવર્ણોની મતબેન્કને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ એઁલાન કરી શકે છે, નાણાં મંત્રાલયમાં 2019-20ના બજેટને તૈયાર કરવાનું કામ પહેલા જ શરૂ થઈ ચુક્યુ છે, સાઉદી અરબની બે દિવસની મુલાકાતે જતા પહેલાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો, સમી તાલુકાના અમરાપુરા ગામના અશ્વ માલિક દ્વારા તેમના સુલતાન ઘોડાને રેસમાં હરાવે તેને રૂપિયા 25 હજારનું રોકડ ઇનામ, પ્રાથમિક શાળાના બાળકોને લઇ પ્રવાસે જતી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સહિતના મહત્વનાં સમાચાર એક ક્લિકે…

વધુ વાંચવા કરો ક્લિક-1: સવર્ણોને અનામત બાદ મોદી સરકાર મધ્યમ વર્ગ માટે હોમલોનને લઈને કરશે મોટી જાહેરાત?

લોકસભાની ચૂંટણી પહેલા સવર્ણ જાતીને 10 ટકા અનામત આપ્યા બાદ કેન્દ્રની મોદી સરકાર સવર્ણોની મતબેન્કને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ એઁલાન કરી શકે છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: સંસદના બજેટ સત્રનું એલાન, 1 ફેબ્રુઆરીએ રજૂ થશે વચગાળાનું બજેટ

આ વખતે સરકાર તરફથી બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. આ અંતરિમ બજેટ હશે. 31 જાન્યુઆરીથી શરૂ થતુ બજેટ સત્ર 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. સંસદીય સમિતિ સાથે જોડાયેલી કમિટીએ (CCPA) તરફથી આ નિર્ણય જાહેર કર્યો છે. નાણાં મંત્રાલયમાં 2019-20ના બજેટને તૈયાર કરવાનું કામ પહેલા જ શરૂ થઈ ચુક્યુ છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: હુલ ગાંધીએ ખુલાસો કર્યો નરેન્દ્ર મોદી મારી સાથે વાત કરતાં નથી પરંતુ માત્ર આ એક શબ્દ કહે

સાઉદી અરબની બે દિવસની મુલાકાતે જતા પહેલાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે. સાઉદીની એક ખાનગી વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે પીએમ મોદીમાં ખૂબ ગુસ્સો અને નફરત છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: માતાના ગર્ભમાંથી બહાર નીકળતા નવજાતને જોઇ ઓપરેશ થિયેટરમાંથી બધા ભાગ્યા, જાણો કેમ?

આ બીમારી સાથે જન્મનાર બાળકને કોલાડિયન બેબી કહેવાય છે. આ એક દુર્લભ બીમારી છે જે 3 લાખ બાળકોમાં કોઇ એકને હોય છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: ગુજરાતના આ અશ્વની દોડ જોઇ માલિકે મૂકી એવી શરત કે કોઇની તાકાત જ નથી જીતી શકે

સમી તાલુકાના અમરાપુરા ગામના અશ્વ માલિક દ્વારા તેમના સુલતાન ઘોડાને રેસમાં હરાવે તેને રૂપિયા 25 હજારનું રોકડ ઇનામ આપવાની સુલતાનના માલિકે ચેલેન્જ ફેકી છે અને અત્યાર સુધીમાં 15 જેટલી સ્પર્ધામાં વિજેતા બની જીલ્લાનાં જ નહિ રાજ્યનું પણ ગૌરવ વધારનાર સુલતાનની દોડવાની ઝડપ પ્રતિ કિ.મી 1 મિનીટ 5 સેકન્ડની છે 

વધુ વાંચવા કરો ક્લિક-6: સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી સ્કૂલ બસને નડ્યો અકસ્માત, બસમાં સવાર હતા 50 વિદ્યાર્થીઓ

દેવગઢબારીયાની કાલિયા કોટા પ્રાથમિક શાળાના બાળકોને લઇ પ્રવાસે જતી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક સ્કૂલ બસને અથડજાઇને પલટી ખાઇ ગયો હતો. અકસ્માતના પગલે બસના ડ્રાઇવર અને શિક્ષકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઇ વિદ્યાર્થીઓને ઇજા થઇ ન હતી.

વધુ વાંચવા કરો ક્લિક-7: જયંતિ ભાનુશાળી હત્યા કેસ: ભુજ રેલવેના કર્મચારીઓ ગુમ થતા હોબાળો

જયંતિ ભાનુશાળી હત્યા કેસનો ભેદ ઉકેલવા માટે એસઆઈટી રચના કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમ અને ગુજરાત એટીએસ ટીમ તપાસ માટે ગાંધીધામ પહોચી છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: દક્ષિણ આફ્રિકામાં બે ટ્રેનો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 641ની સ્થિતિ અતિ ગંભીર

દક્ષિણ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયામાં મંગળવારે બે પેસેન્જર ટ્રેનોની વચ્ચે ભીષણ ટક્કર થઇ હતી, જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. રેસ્ક્યૂ વિભાગે આજે તેની જાણકારી આપી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-9: મેલબોર્નના ભારતીય એમ્બેસીમાં મળ્યું શંકાસ્પદ પેકેટ, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

મેલબોર્નના ભારતીય એમ્બેસીમાં એક શંકાસ્પદ પેકેટ મળવાથી અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. ઓસ્ટ્રેલિયન પ્રશાસન શંકાસ્પદ પેકેટ મળવાના અહેવાલની સાથે સતર્ક થઇ ગયું અને ભારત અને ફ્રાંસના દૂતાવાસની બહાર રેસ્ક્યૂ ટીમ પહોંચી ગઇ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 10 દૂતાવાસોમાં એક શંકાસ્પદ પેકેટ મળવાના અહેવાલ બાદ મોટું રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

વધુ વાંચવા કરો ક્લિક-10: ‘ધ કપિલ શર્મા શૉ’માં ફરી જોવા મળશે સુનીલ, નવજોત સિંહ સિદ્ધુએ આપી ખૂશખબરી

ક્યારેક કૉમેડી કિંગ કપિલ શર્માનો સૌથી ખાસ રહેલો સુનીલ ગ્રોવર ‘કાનપૂર વાલે ખુરાના્સ’થી ટીવી પર પુનરાગમન કરી ચુક્યો છે. ગયા વર્ષે માર્ચમાં ફ્લાઇટમાં થયેલી લડાઈ પછી કપિલ અને સુનિલનાં રસ્તા અલગ થઈ ગયા હતા. ત્યારથી ફેન્સ રાહ જોઇ રહ્યા છે કે કપિલ અને સુનિલ એકસાથે જોવા મળે.

વધુ વાંચવા કરો ક્લિક-11: સુશાંત પર વરસી ‘કેદારનાથ’ની કૃપા, અક્ષય-સલમાન કરતા પણ વધારે ફિલ્મોની થઈ ઑફર!

ગયા વર્ષનાં અંતિમ મહિનામાં રીલીઝ થયેલી ફિલ્મ ‘કેદારનાથ’ સુશાંત સિંહ રાજપુત અને સારા અલી ખાન માટે લકી સાબિત થઈ છે. ફિલ્મે બૉક્સ ઑફિસ પર સારી કમાણી કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-12: WhatsAppના આ નવા ફીચર્સથી સિક્યોરિટી થશે મજબૂત

ઈન્સ્ટન્ટ મેસેજીંગ એપ વોટ્સએપ પર ફિંગરપ્રિંટ ઓથેન્ટીકેશન મળવાના સમાચાર તમે કેટલાયે સમયથી સાંભળતા જ હશો. હવે આ લગભગ નક્કી જ થઈ ચુક્યુ છે કે WhatsAppમાં ફિંગરપ્રિંટ ઓથેન્ટીકેશન આપવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર WhatsApp ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામના માધ્યમથી નવુ અપડેટ સબમીટ કર્યુ છે. જેમા આ ફીચર્સ આપવામાં આવેલ છે

વધુ વાંચવા કરો ક્લિક-13: કરણ સાથે કૉફી હાર્દિકને પડી ભારે, BCCI લઇ શકે છે શિક્ષાત્મક પગલા

થોડા દિવસ પહેલા કૉફી વિથ કરણ શૉમાં ભારતીય ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલે હાજરી આપી હતી. શૉ દરમિયના પોતાની વિવાદિત ટિપ્પણીઓને કારણે હાલ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.

વધુ વાંચવા કરો ક્લિક-14: ભારત વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં મળી હાર બાદ, ઑસ્ટ્રેલિયાએ ટીમમાં કર્યો મોટો ફેરફાર

ઑસ્ટ્રેલિયા-ભારત વચ્ચે રમાયેલી ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં ઑસ્ટ્રેલિયાને 1-2થી હારનો સામનો કરવો પડ્યો છે. આગામી 24 જાન્યુઆરી અને 5 ફેબ્રુ્આરીએ ઑસ્ટ્રેલિયા-શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચ રમાવા જઇ રહી છે. જેને ધ્યાનમાં રાખીને ઑસ્ટ્રેલિયા દ્વારા ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-15: શરીર માટે મેંદો કેમ છે નુકસાનકારક, જાણી લો આ છે તેનું કારણ

મેંદો દરેક લોકોના રસોડામાં મળી રહે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે. છતા પણ તમે તેનાથી બનેલા ફૂડને રોજ સ્વાદ લઇને ખાઓ છો. તેને ખાવાથી શરીરને તરત નુકસાન પહોંચે છે. લાંબા સમય સુધી તેનું સેવન કર્યા બાદ ઘણા નુકસાન થાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન