A 118 meter high tower has been demolished in Gandhinagar
  • Home
  • Featured
  • ગાંધીનગરમાં 118 મીટર ઊંચો ટાવર ધરાશાયી, ગજબની ટેકનિકનો વીડિયો વાયુવેગે વાયરલ

ગાંધીનગરમાં 118 મીટર ઊંચો ટાવર ધરાશાયી, ગજબની ટેકનિકનો વીડિયો વાયુવેગે વાયરલ

 | 4:07 pm IST

હાલમાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો છે ગાંધીનગરનો. ગાંધીનગરમાં 118 મીટર ઊંચો ટાવર ધરાશાયી કરવામાં આવ્યો છે. થર્મલ પાવર સ્ટેશનમાં કુલિંગ ટાવર તોડી પડાયો છે. આજુબાજુ રહેતા લોકો પણ આ ઘટના જોવા માટે ભારે સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ થર્મલ સ્ટેશન 47 વર્ષ જૂનું હતું.

118 મીટર ઊંચા કુલિંગ ટાવરને ધરાશાયી કરાયો કે જેનો વીડિયો સામે આવ્યો છે. આ ટાલરને તોડવા માટે એક ખાસ ટેકનિક કંટ્રોલ બ્લાસ્ટિંગ ઈમ્પ્લોઝન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ધૂળને બેસાડવા માટે પાણીનો છંટકાવ કરાયો અને ત્યારબાદ 47 વર્ષ જૂના કુલિંગ ટાવરનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. તો જુઓ આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન