A 25-year-old Indian student was shot dead in a US motel
  • Home
  • NRI
  • અમેરિકાની મોટેલમાં 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા

અમેરિકાની મોટેલમાં 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા

 | 7:14 pm IST

અમેરિકામાં રહીને અભ્યાસ રહી રહેલા મૈસૂરના ૨૫ વર્ષીય યુવાનની કોઈ અજાણ્યા બંદૂકધારીએ હત્યા કરી નાખી હતી તેવું તેના પરિવારનો સભ્યોએ જણાવ્યું હતું. પીડિત યુવાનના કઝિન શ્રાીવાસ્તવે કહ્યું કે અભિષેક સુદેશ ભાટ કેલિફોર્નિયામાં એક મોટેલમાં પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો જ્યાં કોઈ અજાણ્યા હુમલાખોરે બંદૂકથી ગોળીઓ છોડીને તેની હત્યા કરી નાખી હતી.

અભિષેક નોકરીની સાથે સાથે કમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ કરતો હતો. ઘટના ગુરુવારે રાતે 11.30 થી 12.30 ની વચ્ચેની છે. હત્યા બાદ હત્યારો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. કાનૂની પ્રણાલીમાં વાર લાગે તેવું હોવાથી પરિવારજનોએ કેલિફોર્નિયામાં જ તેની અંતિમવિધિ કરી નાખી હતી. શ્રીવાસ્તવે કહ્યું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે.

પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ફોરેન્સેકિ પેથોલોજી આગામી અઠવાડિયે આ કેસની સમીક્ષા કરશે. અભિષેકના પરિવારજનોએ કેલિફોર્નિયા તથા ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક સાધીને કાનૂની પ્રક્રિયા ઝડપી બનાવાની અપીલ કરી છે.

આ કેસની પ્રગતિ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે આ કેસમાં થયેલી પ્રગતિ વિશે કંઈ પણ બોલવું યોગ્ય નથી. અમે ફકત એટલું જ કહી શકીએ કે ગોળીબારની એક ઘટના બની છે અને એકનું મોત થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન