A 32-Year-Old Indian Man Fell to his Death From The Seventh Floor in UAE
  • Home
  • Featured
  • UAEમાં ઇમારતના સાતમાં માળથી પડી જતા ભારતીયનું મોત

UAEમાં ઇમારતના સાતમાં માળથી પડી જતા ભારતીયનું મોત

 | 5:11 pm IST

UAEમાં એક જાળવણી કાર્યકર તરીકે કામ કરનાર 32 વર્ષીય ભારતીય વ્યક્તિનું ઇમારતના સાતમાં માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. પ્રાપ્ત અહેવાલ મુજબ ઇમારતના શાફ્ટથી આ વ્યક્તિના મૃતદેહની ભાળ મળી હતી. કેરળના નિવાસી ગોપાલ કુમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઝડપથી નીચે પડવાના કારણે ગંભીર ઇજા થવાથી આ મૃત્યુ પામ્યો છે. પોલીને મૃતદેહ એકદમ ખરાબ હાલતમાં મળી આવ્યો હતો. કારણ કે ઇમારતના સાતમાં માળથી પડવાને લીધે ખોપરીમાં ખરાબ રીતે નુકસાન થયું હતું. અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે મૃતદેહને આગળની તપાસ માટે ફોરેન્સિક પ્રયોગશાળામાં લઈ જવામાં આવ્યો હતો.

જ્યારે આ મામલે આગળની તપાસ માટે પોલીસ દ્વારા તે સમયે ઘટના સ્થળ પર હાજર રહેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહીં છે. પોલીસ દ્વારા આ ઘટના પાછળનું કારણ જલ્દીથી શોધી લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.