A 62-year-old man was stabbed to death by his wife at 3 pm in Navsari
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • નિવૃત્તિ જીવન ગાળતા 62 વર્ષીય વૃદ્ધને રાત્રીના 3 વાગ્યે પત્નીએ મોતને ઘાટ ઉતાર્યા, જાણો કેમ

નિવૃત્તિ જીવન ગાળતા 62 વર્ષીય વૃદ્ધને રાત્રીના 3 વાગ્યે પત્નીએ મોતને ઘાટ ઉતાર્યા, જાણો કેમ

 | 6:16 pm IST
  • Share

નિકાહ કરતી વખતે ત્રણ વખત મંજુરની જે રસમ ઇસ્લામ ધર્મમાં ચાલી આવી છે, તેનો મર્મ ક્યાંક વિસરાઈ રહ્યો છે. નવસારીના દંપતીએ તાઉમ્ર સાથ નિભાવના એક બીજને કોલ આપનાર મિયા બીવિનો પાક સબંધ લોહિયાળ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

કહેવાય છે કે પતિ-પત્ની વચ્ચે ક્યારેક સંબંધમાં મીઠાશ લાવવા હલકા ફુલક વાદવિવાદ આવકાર્ય છે. પણ સંબંધની હદ વટાવીને પોતાના પતિને મોતને ઘાટ ઉતારવા સુધીનો વિવાદ અંતે કરુણ અંજામ લાવે છે અને એવુંજ કંઈક નવસારીના ગણદેવી જિલ્લામાં બનવા પામ્યું છે.

બેંક ઓફ બરોડામાંથી નિવૃત 62 વર્ષીય ઈમ્તિયાઝ મુંઝાવર સુખી દામ્પત્ય જીવન ગાળતા હતા. પરિવારમાં એક પત્ની અને ત્રણ બાળકો અને તેઓ પણ વેલ સેટલ હતા. નિવૃત્તિ જીવન ગાળતા ઈમ્તિયાઝ મુંઝાવરને ક્યાંય ખબર હતી કે લગ્નના ચાલીસ વર્ષના પડાવમાં તેમની પત્નીના હાથેજ તેમનું કરુણ મોત નીપજશે. 20મી નવેમ્બરની એ ગોઝારી રાત્રે 1 વાગ્યે મિયા બીવી વચ્ચે કોઈ વાતને લઈ તકરાર થતા પત્ની રૂકસાનાને પતિ ઈમ્તિયાઝએ માર મારતા પત્ની અન્ય બેડરૂમમાં સુવા ગયા બાદ તેણીએ આવેશમાં આવીને રાત્રીના 3 વાગ્યાના અરસામાં મીઠી નીંદર માંણિ રહેલા પતિને ઊંઘમાં જ લાકડાંના ફાટકામાં મારીને મોત નિપજવ્યું હતું. તેવી કેફિયત વહેલી સવારે પત્ની રૂકસાનાએ પડોશીઓ સામે રજૂ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી.

પતિને મોતને ઘાટ ઉતારનાર પત્નીને ગણદેવી પોલીસે ધરપકડ કરીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે પિતાના મોતની સામે માતાને જેલ થતા પારિવારિક જીવન વિતાવતા બાળકોએ પોતાના પિતા સાથે માતાને પણ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલમાં બદલાયેલા જમાનામાં પતિ પત્ની સંયમ ગુમાવીને રસમો રિવાજને ભૂલીને સંબંધોની ગરિમાને તાર-તાર કરવાના કિસ્સો હવે આમ બન્યા છે સાથે પત્નીને મારઝૂડ કરતા પતિઓ માટે પણ આ કિસ્સો લાલબત્તી સમાન છે.

આ વીડિયો પણ જુઓ : સુરત શહેરમાં આજથી રાત્રિ કર્ફ્યુ અમલી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન