A 9-year-old boy in Australia told a crying mother: 'I want to die
  • Home
  • World
  • નવ વર્ષના બાળકે રડતા-રડતા માતાને કહ્યું ‘મારે મરવું છે’, કારણ જાણી હૃદય દ્રવી ઉઠશે

નવ વર્ષના બાળકે રડતા-રડતા માતાને કહ્યું ‘મારે મરવું છે’, કારણ જાણી હૃદય દ્રવી ઉઠશે

 | 12:06 pm IST

શાળા-ક્લાસરૂમમાં બુલિંગ (ધમકાવવું) કેટલું ખતરનાક હોય છે, તેનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે એક બાળક આથી પરેશાન થઇ આત્મહત્યા કરવા માંગે છે. ખરેખર ઓસ્ટ્રેલિયાના 9 વર્ષના બાળક ક્વાડેન બેયલ્સને શાળામાં ભણતા અન્ય બાળકોએ તેના ઠિંગણાપણાને લઇ એ હદ સુધી ખિજવ્યો કે તે ઘરે જઇ માતા સામે મરવાની વાતો કરવા લાગ્યો.

ઓસ્ટ્રેલિયામાં ક્વાડેન બેયલ્સની માતાએ તેના રડવાનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં બાળક ક્વાડેન બેયલ્સ ખુબ જ રડી રહ્યો છે અને વારંવાર પોતાની માતાને કહી રહ્યો છે કે, તે પોતાને મારવા માંગે છે. શાળામાં બુલિંગથી પરેશાન અને મરવાની વાત કરનાર બાળકની હાલત જોઇ તેની માતા પણ ચિંતામાં મૂકાઇ ગઇ.

ક્વાડેન બેયલ્સની માતા યરક્કા બેયલ્સે પોતાના બાળકનો રડતો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયામા પોસ્ટ કરી દીધો. છ મિનિટની આ વીડિયો ક્લિકને જોઇ દરેક વ્યક્તિનું દીલ બેસી ગયુ. વીડિયોમાં બુલિંગથી પરેશાન બાળકનું હ્રદય આસુના ટીપે છલકાઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

Mother makes IMPASSIONED plea to save suicidal son's life over bullying

BREAKING: New video shows a mother make an IMPASSIONED plea to save her son's life after his constant bullying over his disability has left him SUICIDAL. Our hearts break for the both ?Follow Occupy Democrats for more!

Posted by Occupy Democrats on Thursday, February 20, 2020

આ વીડિયોમાં તેની માતા કહે છે, હું ઇચ્છુ છું કે લોકો જાણે કે એક પરિવાર તરીકે બુલિંગ કેટલું દુ:ખ આપે છે. બાળકની માતા કહે છે કે, બુલિંગે નવ વર્ષના બાળક પર કેટલી અસર કરી છે. જે માત્ર શાળાએ જવા માંગ છે. અભ્યાસ કરવા માગે છે અને રમવા માંગે છે. વીડિયોમાં નવ વર્ષનો ટેણિયો સતત રડી રહ્યો છે અને પોતાનું દુ:ખ માતા સમક્ષ કહી રહ્યો છે. આ વીડિયોને લગભગ 19 મિલિયનથી વધારે લોકો જોઇ ચૂક્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ બાળક અને તેની માતાના સમર્થનમાં ઉતરી આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના એક્ટર હ્યૂઝ જૈકમૈને કહ્યું કે, તમે પોતાને જેટલા ઓળખો છો, તેનાથી પણ વધુ તમે મજબૂત છો. બાસ્કેટબોલ પ્લેયર એનસ કાંટરે ટ્વીટર પર લખ્યુ, અત્યાર સુધીમાં મેં જેટલા વીડિયો જોયા છે તેમાથી સૌથી દર્દભર્યો વીડિયો આ છે.

આ વીડિયો પણ જુઓ : AMCએ પાલડીમાં શરૂ કર્યો કંટ્રોલરૂમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન