A aatankwadi was dead in a clash between security forces and militants
  • Home
  • Featured
  • કાશ્મીરમાં સુરક્ષાદળોએ લીધો બદલો, એન્કાઉન્ટરમાં લશ્કરનો ટોપ કમાન્ડર ઠાર

કાશ્મીરમાં સુરક્ષાદળોએ લીધો બદલો, એન્કાઉન્ટરમાં લશ્કરનો ટોપ કમાન્ડર ઠાર

 | 4:18 pm IST
  • Share

  • 9 એન્કાઉન્ટરમાં 13 આતંકીઓ ઠાર: IGP કાશ્મીર વિજય કુમાર
  • પોલીસના હિટલિસ્ટમાં હતો આતંકી મુશ્તાક ખાંડે

કાશ્મીરમાં ઘણા સમયથી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. તો બીજી તરફ આજે પુલવામાં જિલ્લાના દગ્રબલ વિસ્તારમાં આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ મોસ્ટ વોન્ટેડ લશ્કર કમાન્ડ ઉમર મુશ્તાક ખાંડે સહિત 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. મુશ્તાક ખાંડેએ આ જ વર્ષે બે પોલીસકર્મીઓની હત્યા કરી હતી. ત્યારથી જ તે પોલીસની હિટલિ સ્ટમાં હતો.

આ અંગે કાશ્મીર પોલીસે એક નિવેદન જારી કર્યું છે, જેમા કહેવામાં આવ્યું છે કે, લશ્કર આતંકી ઉમર ખાંડે જેમણે અમારા બે સાથીઓ મોહમ્મદ યૂસુફ અને સુહૈલને આ જ વર્ષે શ્રીનગરના બઘાટમાં હત્યા કરી હતી, તેને પંપોર એન્કાઉન્ટરમાં છાર કરવામાં આવ્યો છે. પોલીસ જવાનો પર એ સમયે હુમલો થયો હતો જ્યારે તેઓ ચા પી રહ્યા હતા.

આજે વધુ એક આતંકીને માર્યો ગયો

આજે અથડામણમાં વધુ એક આતંકી માર્યો ગયો છે જેની ઓળખ હજુ થઈ શકી નથી. હાલમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલા પૂંછમાં એન્કાઉન્ટર દરમિયાન 5 જવાનો શહિદ થયા હતા. આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં રોષ છે. આ એન્કાઉન્ટર મોડી રાત્રે થઈ હતી. આ અંગે આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે, ઓપરેશનમાં મોડું થયું કારણે કે આતંકીઓ અહીં 3 માળની ઈમારતમાં ફસાયા હતા. અંદરથી ફાયરિંગ ચાલુ હતું.

આ રીતે શરૂ થયું એન્કાઉન્ટર

આતંકીઓ અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ પોલીસ અને સેનાની એક ટીમે સંયુક્ત રીતે આ ઓપરેશન શરૂ કર્યું હતું. જેવા સુરક્ષાદળો આ સ્થાન પર પહોંચ્યા તેમના પર આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું, જે બાદ અથડામણ શરૂ થઈ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો