'એ ઘંટડી મેં સાચવીને મૂકી દીધી છે ' જવાબ સાંભળીને પતિ- પત્ની સ્તબ્ધ - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • ‘એ ઘંટડી મેં સાચવીને મૂકી દીધી છે ‘ જવાબ સાંભળીને પતિ- પત્ની સ્તબ્ધ

‘એ ઘંટડી મેં સાચવીને મૂકી દીધી છે ‘ જવાબ સાંભળીને પતિ- પત્ની સ્તબ્ધ

 | 3:26 am IST

મધુવનની મહેકઃ ડો. સંતોષ દેવકર

‘કયારના શું શોધો છો ?’ પત્નીએ પતિને પૂછયું.

‘અહીંયા તો મૂકી હતી. કયાં જતી રહી ?’ પત્નીએ કહ્યું.

‘અરે, પણ મને જણાવશો તો ખરાં કે નહીં ?’ પત્નીએ અકળાઈને ફ્રી પૂછયું.

‘રોજ જેનો ઉપયોગ થતો હતો. આજે જડતી નથી.’ પતિએ ફ્રીથી કહ્યું.

‘પણ, શા માટે અને કયાં ? શું નડતું નથી ?’ પત્ની ઉવાચ.

‘અહીં, બા એનો ઉપયોગ કરતાં હતા તે ઘંટડી શોધું છું. અહીંજ મૂકેલી હતી ને ?’

‘હા…. હા…. અહીં તો હતી. પરંતુ તેનું અત્યારે તમારે શું કામ છે ?’ પૂછયું.

પત્ની અને પતિ વચ્ચેના સંવાદો હું સાંભળી રહ્યો હતો. બંને મારા મિત્રો. હમણાં જ મિત્રની બાને સ્મશાને વળાવીને અમે પાછા આવ્યા હતા. મારો મિત્ર માલેતુજાર. દોમદોમ સાહ્યબી. ઘરના દરેક સભ્યની અલગ ગાડી, ડ્રાઈવર સહિત. મોટો બંગલો હતો. પરંતુ પોતાની માને અલગથી, વોચમેનની ઓરડીની બાજુની રૂમમાં રહેવાની જગ્યા કરી આપી હતી. જમવાનું, ચા-નાસ્તો બધું જ સમયસર ઓરડીમાં પહોંચી જતંુ. બાને બંગલામાં પ્રવેશવાની મનાઈ હતી. વહુએ તાકીદ કરેલી. બાની ઓરડીમાં એક નાનકડી ઘંટડી મૂકેલી હતી. જયારે બા ને જરૂર પડે ત્યારે તે વગાડતી જેથી નોકર હાજર થઈ જતો. દવા અને અન્ય કાળજી રાખવા માટે નર્સની વ્યવસ્થા પણ કરેલી હતી.

બાને વળાવીને આવ્યા બાદ મિત્ર સીધો જ બાની ઓરડી તરફ્ ગયો હતો. હું તેની પાછળ-પાછળ દોરવાયો. મારાથી રહેવાયું નહિ. “તું કયારનો કંઈક શોધે છે તે તને જડયું કે ?”

“અરે,… ના… હું બાને આપેલી નાનકડી ઘંટડી શોધું છું.”

“હા… બા એ જરૂર પડે વગાડતાં હતા. તે અહીંયા તો હતી.” મિત્ર- પત્નીએ ફેડ પાડયો.

બાની ઓરડીમાં રહેલી નાનકડી ઘંટડી કયાંય ન મળી. બંને મુંઝાયાં. એવામાં તેમનો દીકરો રાજુ દોડતો દોડતો બાની ઓરડીએ આવી ચડયો. રાજુ પાંચમા ધોરણમાં ભણતો હતો. મમ્મી-પપ્પાને બાની ઓરડીમાં કશુંક ફ્ંફેસતા જોઈ તે બોલ્યો, “બાની નાનકડી ઘંટડી તો મારી પાસે છે.”

“લાવ… અમે કયારના શોધી રહ્યા છીએ. તેં કેમ લઈ લીધી ? અને કહેતો પણ નથી.” મમ્મી બોલી.

“અરે… રાજુ હું કયારનો શોધું છું. અને તંુ… તે લઈને બેઠો છે… લાવ, આપી દે. “પપ્પાએ રાજુને આદેશપૂર્વક કહ્યું.

“ના.. પપ્પાએ ઘંટડી હું નહિ આપું.”

“કેમ ?” મમ્મી-પપ્પા બંને એક સાથે બોલી ઊઠયાં.

રાજુનો જવાબ હોશ ઉડાડનારો હતો. રાજુએ કહ્યું કે, “એ નાનકડી ઘંટડી મેં સાચવીને મૂકી દીધી છે તમારા માટે.”

રાજુનો જવાબ સાંભળીને હું થથરી ગયો. પતિ- પત્ની એકદમ સ્તબ્ધ. તેઓ એક પણ શબ્દ બોલી શકયાં નહિ.

ગઈ પેઢી કરતાં આજની પેઢી દસ વર્ષ આગળ ચાલે છે. ફેરજી અને હવે ફઈવજી જમાનાની આ પેઢીઓ આપણી બોલતી બંધ કરવા પૂરતી પાવરધી છે. તેમની પાસે તર્ક સંગત દલીલો અને પૂરતાં કારણો હોય છે.

ઘરના વડીલો સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવે છે, તેવું વર્તન તેઓ અનાયાસે શીખી લેતાં હોય છે. અને ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત પરત પણ કરતાં હોય છે. ભારતીય સંસ્કૃતિની કુટુંબપ્રથાને ચેલેન્જ કરતો આજનો મોટો પ્રશ્ન : ઘરડાં મા-બાપ એ ઓલ્ડ ફર્નિચર છે કે અમૂલ્ય એસેટસ છે ? સંતાનમાં જો દીકરી છે તો તે પારકા ઘરે જઈને પોતાના સાસુ-સસરા સાથે તે પ્રકારનું જ વર્તન કરશે જે તેને પીયરથી શીખવા મળ્યું છે. ઘરડાં મા-બાપ સાથે કરેલા વર્તન-વ્યવહારનું આગામી પેઢીમાં પ્રતિબિંબ જોવા મળે છે.

હવે શાળા -કોલેજોમાંથી વિદ્યાર્થીઓને સંસ્કાર મળશે તેવી અપેક્ષા ઠગારી નીવડી છે. સમાજની કરુણતા છે કે છોકરી-છોકરાને લગ્ન પહેલાં જ પૂછે છે કે ભેગાં રહેવાનું છે કે પછી અલગ ? જો પેરેન્ટ્સ ભેગા રહેવાના હોય તો છોકરી લગ્નની સ્પષ્ટ ના પાડી દે છે. ઘરડાં મા-બાપને ઓલ્ડ ફર્નિચર કહેનારાઓની સંખ્યા આપણા સમાજમાં ઓછી નથી.

શિસ્ત કેટલાક કુટુંબોની મૂડી છે. અનેક સંસ્કારી કુટુંબોમાં વૃદ્ધ બા-દાદાને પગે લાગીને આશીર્વાદ મેળવવાની પરંપરા જળવાઈ રહી છે. કૃતજ્ઞાતાનો ભાવ જળવાઈ રહે તેનું તે પ્રતીક છે. નવી પેઢી ખૂબજ ઉત્સાહી, સંવેદનશીલ અને આશાસ્પદ છે. જીવનના સંવેદનશીલ વળાંક પર મળેલ માર્ગદર્શનથી આ પેઢી મોટું કાઠું કાઢી શકે તેમ છે.

નાનકડો રાજુ પોતાના મા-બાપને એ જ ઓરડીમાં રાખશે અને એ જ નાનકડી ઘંટડીનો ઉપયોગ કરશે જેનો ઉપયોગ તેની દાદી કરતી હતી. જાણે-અજાણે આપણે બાળકોને કેવું ભાથું પીરસીએ છીએ ? કુટુંબની પ્રણાલિકા તૂટવા માટે નવી પેઢી હરગીજ જવાબદાર નથી.

આગામી પેઢીમાં ઈચ્છિત પ્રતિબિંબ પડે તે અપેક્ષિત છે. પરંતુ પ્રતિબિંબ ઈચ્છિત અને અપેક્ષિત મળે તે જવાબદારી કોની ?

મિસરી

‘તારું ઠેકાણું મળ્યું છે જયારથી

હું મને શોધી રહ્યો છું ત્યારથી

જિંદગીનું સત્ય સમજાઈ જશે

સાંભળો એકવાર અમને પ્યારથી.’

-અદી મિરઝાં

[email protected]