કોરોનાની રસી : ભારતની સ્વાસ્થ્ય ક્ષેત્રે આત્મનિર્ભરતાની મોટી છલાંગ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • કોરોનાની રસી : ભારતની સ્વાસ્થ્ય ક્ષેત્રે આત્મનિર્ભરતાની મોટી છલાંગ

કોરોનાની રસી : ભારતની સ્વાસ્થ્ય ક્ષેત્રે આત્મનિર્ભરતાની મોટી છલાંગ

 | 2:00 am IST
  • Share

વિદેશી શાસનથી સ્વતંત્ર થવાનાં પંચોતેર વર્ષ પછી, આપણે અલગ અલગ પ્રકારની આઝાદીની શોધ કરી રહ્યા છીએ. આ વખતે દેશ એક અદૃશ્ય આક્રમણકારી સાર્સ-સીઓવી-૨, જે છેલ્લા ૨૦ માસથી દેશને તબાહ કરી રહ્યો છે, તેનાથી મુક્તિ મેળવવા માંગે છે. આ ઘાતક વાઇરસ બાબતે આપણે જે કાંઈ જાણતા હતા તેના આધારે બે રણનીતિ અપનાવીને આપણે તેને નિયંત્રિત કરી શકીએ છીએ. વહીવટી સ્તરે તપાસ- દેખરેખ- ઉપચાર (ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ) અને રસીકરણની રણનીતિનું પાલન કરવું તથા સામુદાયિક ભાગીદારીના માધ્યમથી કોવિડ-ઉપયુક્ત વર્તનના પાલનને પ્રોત્સાહિત કરવું.

પરંતુ તેને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે આપણે એક સ્થિર સુરક્ષાની જરૃરિયાત હતી. ભારતીય વૈજ્ઞાાનિકો અને એજન્સીઓએ વિક્રમ સમયની અંદર કોવિડ-૧૯ની રસીને વિકસિત કરવા માટે ભૌતિક અને ટેકનિકલ મર્યાદાઓથી આગળ વધીને કામ કર્યું અને ભારતમાં બનાવેલી બે કોવિડ-૧૯ રસીને ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ આપણા પ્રધાનમંત્રીએ રજૂ કરીને દુનિયાના સૌથી મોટા પુખ્ત વયના રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કર્યો. કોવિડ-૧૯ની રસીની વૈશ્વિક શરૃઆતના થોડાક સપ્તાહ પછી જ ભારતમાં બનાવાયેલી રસીની શરૃઆતને કારણે ભારતને જાહેર આરોગ્યના ઇતિહાસમાં એક ઉત્સાહપૂર્ણ સમયગાળાની શરૃઆત તરીકે જોઈ શકાય છે.

કદાચ, આ કોવિડ સંકટના ઘણાં ઓછા હકારાત્મક પાસાંઓમાંનું એક છે. આપણને મિશન મોડમાં આરોગ્યની સંભાળ અને દેખરેખ કરવાની શરૃઆતનો દુર્લભ અવસર પ્રાપ્ત થયો, જે વર્તમાન સમયના ગંભીર સંકટની જેમ ભવિષ્યના હુમલાઓ વિરુદ્ધની લડત માટે આપણને મજબૂત બનાવવાની સાથે સાથે અન્ય ઘણાં કામો પણ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશને જ્યારે માર્ચ ૨૦૨૦માં કોવિડના કેટલાક કેસ અંગે જાણ થઈ ત્યારથી આરોગ્ય સંભાળની પ્રણાલીને મજબૂત કરવા માટે ભારત મોટા પાયે પોતાનાં સાધનોમાં રોકાણ કરી રહ્યું છે. તેની સાથે સાથે જ, રસી અંગે સંશોધન અને વિકાસની કામગીરી માટે ઉદ્યોગોને સાનુકૂળ વાતાવરણ તથા નવી નિદાન પદ્ધતિઓના વિકાસની સાથે સાથે ઉપચાર માટે નવી નવી પદ્ધતિઓ પણ તૈયાર કરવામાં આવી. મિશન કોવિડ સુરક્ષા હેઠળ, નવા વેક્સિન પ્લેટફેર્મ અને ઉત્પાદન વિકાસ બાબતે સ્ટાર્ટઅપ બાયોટેક એકમો તથા ઉત્પાદન ક્ષમતા વધારવા માટે વેક્સિન ઉત્પાદકોને નાણાકીય અને ટેકનિકલ સહાય આપવા માટે વિશેષ અને સક્રિય પ્રયાસ પણ કરવામાં આવ્યા છે.

તેના પરિણામે એક વર્ષથી પણ ઓછા સમયમાં રસીનો વિકાસ, પરીક્ષણ તથા મંજૂરી પ્રાપ્ત થઈ અને દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમની શરૃઆત પણ કરવામાં આવી. થોડાક જ મહિનાઓમાં આપણાં દેશમાં કોવિડ-૧૯ વિરુદ્ધ લડાઈમાં મહત્ત્વપૂર્ણ સાબિત થનારા માસ્કસ, પીપીઈ કિટ અને પરીક્ષણ ઉપકરણો વગેરેના ઉત્પાદનમાં આપણે આત્મનિર્ભર બની ગયા. કોવિડ અંગેના આ સંવેદનશીલ ઉપાયોને કારણે કોવિડ-૧૯ વાઇરસ વિરુદ્ધ લડત આપવા માટે એક સાનુકૂળ વાતાવરણ તૈયાર થઈ શક્યંુ.

રસીકરણના વ્યાપને વધુ ઝડપી બનાવવાના ઉદ્દેશથી સમગ્ર દેશની જાહેર આરોગ્ય સુવિધામાં તમામ યોગ્ય લાભાર્થીઓ માટે રસી વિનામૂલ્યે આપવાના પ્રધાનમંત્રીના નિર્ણયથી ઉચ્ચ સ્તરે જાહેર આરોગ્ય તરફ્ એક સબળ રાજનૈતિક કટિબદ્ધતા દેખાઈ આવી.

અહીં એ બાબતનો ઉલ્લેખ કરવો જરૃરી છે કે માત્ર થોડાંક જ મહિનામાં ભારત કોવિડ-૧૯ની રસીના ૭૫૦ મિલિયનથી વધુ ડોઝ આપી ચૂક્યું છે, જે વૈશ્વિક સ્તરે સૌથી વધુ છે. હાલમાં એક જ દિવસમાં ૧.૧ મિલિયનથી વધુ લાભાર્થીઓને કોવિડની રસી આપવામાં આવી રહી છે. મારું એ દૃઢ મંતવ્ય છે કે લોકોની સાચા હૃદયની ભાગીદારીને કારણે જ આ રસીકરણ કાર્યક્રમને આટલો સફ્ળ બનાવી શકાયો છે.

કોવિડ-૧૯ રસીકરણ અભિયાન કે જેનો ઉદ્દેશ આ વર્ષના અંત સુધીમાં દેશની તમામ વસતીને રસી આપવાનો છે તે આપણા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અને આરોગ્ય સંબંધી અન્ય પગલાંને વધુ શ્રેષ્ઠ બનાવવાની સાથે સાથે આ દિશામાં મૂલ્યવાન બોધપાઠ પૂરો પાડી રહ્યો છે. સતત આગળ વધતો જતો કોવિડ-૧૯ રસીકરણનો આ કાર્યક્રમ આપણાં નાગરિકોને પ્રાથમિક આરોગ્ય, પોષણ, પાણી અને સ્વચ્છતા સંબંધી સેવાઓ પૂરી પાડવાની દિશામાં એક અસરકારક શરૃઆત બની શકે તેમ છે. આપણી આરોગ્ય સુવિધામાં ઝડપથી થયેલી વૃદ્ધિને કારણે સમગ્ર દેશમાં આપણાં તમામ લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા સુધી સમાનપણે લઈ જવાની સ્થિતિ સુનિિૃત કરવામાં મદદ મળી છે.

આપણી આરોગ્ય સેવાઓ અને અગ્રણી હરોળના કાર્યકર્તાઓએ કોવિડ-૧૯ની રસીના ૭૫ કરોડ ડોઝ આપવાની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવા માટે સંપૂર્ણ કટિબદ્ધતા અને સમર્પણ ભાવના સાથે કામ કર્યું છે, જે આપણી ‘આઝાદીના અમૃત મહોત્સવ’ એટલે કે આપણી આઝાદીની ૭૫મી વર્ષગાંઠ પ્રત્યે એક યોગ્ય શ્રદ્ધાંજલિ સમાન છે.

દુનિયાના સૌથી મોટા પુખ્ત વયના લોકો માટેના રસીકરણ કાર્યક્રમ ‘આત્મનિર્ભરતા’ તરફ્ના ભારતના દૃઢ સંકલ્પને વધુ મજબૂત કરી રહ્યો છે. ‘આત્મનિર્ભરતા’ ચોક્કસપણે સમાવેશી હોવી જોઈએ તથા આવશ્યક ઔદ્યોગિક વ્યવસ્થા માટે પૂરક સહયોગને અવશ્ય અપનાવવો જોઈએ અને તેની સાથે સાથે તમામ ક્ષેત્રો અને દેશોમાં આવશ્યક અંતર-નિર્ભરતાથી લાભ પ્રાપ્ત થવો જોઈએ. રસીકરણ સંશોધન અને વિકાસ તથા ઉત્પાદન કાર્ય વાસ્તવમાં રોકેટ વિજ્ઞાાન અથવા તો પરમાણુ કાર્યક્રમ જેવું જ છે. તેમાં અગણિત વૈજ્ઞાાનિક, ઉત્પાદન, ઔદ્યોગિક અને ગુણવત્તા સંબંધી સહાયક પ્રક્રિયાઓનો પણ સમાવેશ થાય છે. આથી એક એવું સાનુકૂળ વાતાવરણ તૈયાર કરવાની મજબૂત આવશ્યકતા છે કે જેમાં ઉચ્ચસ્તરની ઔદ્યોગિક ગતિવિધિઓનો ઉપયોગ કરીને આવશ્યક કાચા માલ સહિત રસીના નિર્માણ અને ઘરેલુ ઉત્પાદનને વ્યાપક પ્રોત્સાહન મળે. આ બાબત સુનિિૃત કરવા માટે સંશોધન વિકાસ કાર્યોમાં સતત વ્યૂહરચનાલક્ષી મૂડીરોકાણ કરવામાં આવ્યું છે, જેનાથી આ ધ્યેયને પ્રાપ્ત કરવામાં અને તેને જાળવી રાખવા માટે આવશ્યક સહયોગ અને નીતિગત સહયોગ પણ શક્ય બની શક્યો છે.

ક્રાંતિકારી રસીકરણ કાર્યક્રમ (વિકાસ અને પરિણામ બંને પાસાંથી જોતાં) અને કોવિડ-૧૯ માટે રોગના નિદાનના ઉપાયોની ભારતના રસીકરણ કાર્યક્રમ ઉપર લાંબા સમય સુધી સાનુકૂળ અસર રહેશે.

વૈશ્વિક મહામારીએ આપણાં જીવનના મહત્ત્વને સમજવામાં અને આરોગ્ય સેવાઓ તરફ્ તત્કાળ ધ્યાન આપવા માટે આપણને પ્રેર્યા છે. મહામારીએ આપણને એવું શીખવ્યું છે કે પોતાની આરોગ્ય પ્રણાલીને અત્યંત મજબૂત બનાવવા માટે આપણી પાસે હવે પ્રતીક્ષા કરવાનો, પ્રયોગ કરવાનો અને નાના નાના કદમ ઉઠાવવાનો સમય નથી. વાસ્તવમાં, આ દિશામાં મોટી હરણફળ ભરવાનો સમય આવી ગયો છે અને દેશ એવું કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

(કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતરમંત્રી)

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો