A Bill That Would Remove Per-Country Cap for Employment-Based Green Cards
  • Home
  • Featured
  • અમેરિકામાં સ્થાઇ થવા ઇચ્છુક માટે સારા સમાચાર, હવે ગ્રીન કાર્ડ મેળવવું થશે સરળ

અમેરિકામાં સ્થાઇ થવા ઇચ્છુક માટે સારા સમાચાર, હવે ગ્રીન કાર્ડ મેળવવું થશે સરળ

 | 6:58 pm IST

હાલ ભારતમાંથી વિદેશમાં જઇને સ્થાઇ થવા માટેના લોકોનો કાફલો દિવસે ને દિવસે વધતો જાય છે અને તેમાં પણ વિદેશમાં જઇને સ્થાઇ થવાનું વિચારતો મોટો વર્ગ ગુજરાતીઓનો છે. લોકો મોટાભાગે અમેરિકામાં જ જઇને હંમેશા માટે સ્થાઇ થવાનું સપનું જોતા હોય છે. આ અમેરિકામાં સ્થાઇ થવું એક પ્રકારે લોઢાના ચણા ચાવવા જેવું છે. કારણ કે અમેરિકામાં સ્થાઇ થવા માટે ત્યાંના કાયદા પ્રમાણે ગ્રીન કાર્ડ મેળવવું પડે છે.આ માટે લોઢાના ચણા ચાવવા સમાન નિયમો છે, જેમાં ભાગ્યે જ કોઇ વ્યક્તિ પાલન કરી શકે છે. જો કે હવે અમેરિકા ગ્રીનકાર્ડ મામલે કેટલાક કાયદા સરળ બનાવવાનું વીચારી રહ્યું છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ અમેરિકાના હાઉસ ઓફ રેપ્રિઝન્ટેટિવ અને સેનેટ સભ્યોએ આ મામલે નવા કાયદાની જાહેરાત કરી છે. આ નવા કાયદા હેઠળ પ્રતિ-દેશ ગ્રીન કાર્ડ લિમિટને દૂર કરવાના નિયમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો આ બિલ અમેરિકા દ્વારા પસાર કરવામાં આવ્યું તો અમેરિકામાં કાયમી વસવાટની રાહ જોતાં હજારો ભારતીયોને ફાયદો થશે. અમેરિકાની સિલિકોન વેલીની ટોચની કંપનીઓ જેમ કે, ગૂગલ અને કોર્પોરેટ બોડી – યુએસ ચેમ્બર ઓફ કોમર્સ પણ આ કાયદાના પક્ષમાં છે.

અમેરિકામાં વસતા ભારતીયો પ્રોફેશનલ મોટાંભાગે H1-B વિઝા પર જ જતા હોય છે. એચ1-બી વિઝા હેઠળ તેઓ અમેરિકાની ટોચ કંપનીઓમાં કામ કરી શકે છે. હાલમાં થયેલાં કેટલાંક સર્વેક્ષણ અનુસાર, અમુક કેટેગરીમાં ભારતીય પ્રોફેશનલ્સ ગ્રીન કાર્ડ માટે 151 વર્ષ સુધી રાહ જોવી પડે છે. યુનાઇટેડ સ્ટેટ રોજગાર-આધારિત ઇમિગ્રન્ટ્સ અને જેઓ અહીં શરૂઆતમાં H1-B અથવા L વિઝા પર આવ્યા હોય તેવા વિદેશીઓને દર વર્ષે 140,000 ગ્રીન કાર્ડ્સ મંજૂર કરવામાં આવે છે. હાલના કાયદા પ્રમાણે ગ્રીન કાર્ડના સાત ટકા સૌથી પોપ્યુલર દેશોને ફાળવવામાં આવે છે.

સેનેટમાં રિપબ્લિકન માઇક લી અને ડેમોક્રેટિક કમલા હેરિસે ફેરનેસ ફોર હાઇ સ્કિલ્ડ ઇમિગ્રેશન કાયદાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ એવું બિલ છે જે ગ્રીન માટે પ્રતિ-દેશકૅપને હટાવવામાં મદદરૂપ સાબિત થશે. જેના માટે અન્ય 13 સાંસદોએ પણ ફેરનેસ ફોર હાઇ-સ્કિલ્ડ ઇમિગ્રન્ટ્સ એક્ટ હેઠલ પ્રતિ દેશ કૅપ અને ફેમિલી સ્પોન્સર્ડ ગ્રીન કાર્ડને 7 ટકાથી વધારીને 15 ટકા કરવાના પ્રસ્તાવ પર સહમતિ દર્શાવી છે.

અસ્થાયી વિઝા પર કામ કરવા અમેરિકા જતા અંદાજિત 4 લાખ 20 હજાર વિદેશી વર્કર્સ H1-B વિઝાને લઇને કડક નિયમોના શિકાર બની રહ્યા છે. તેમાંથી 3 લાખ તો માત્ર ભારતીય કર્મચારીઓ છે. અમેરિકામાં તેઓના સ્થાયી રોકાણ અને નાગરિકતાના આધાર તેમના મૂળ દેશ આધારિત ક્વોટા પર નિર્ભર થઇ ગયું છે. સાથે જ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના મુદ્દે વધુ ભાર આપવાની કિંમત કાયદેસર ઇમિગ્રન્ટ્સને ચૂકવવી પડે છે.

અત્યારની કાર્યપદ્ધતિ મુજબ 9,800 ભારતીયોને દર વર્ષે અમેરિકન ગ્રીન કાર્ડ મળે છે. અમેરિકામાં મોટાંભાગના ભારતીયો ટ્રમ્પનું સમર્થન કરે છે. જેનું કારણ ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારા કરવા માટેનો ટ્રમ્પનો ભરોસો. કેટલાંક નિષ્ણાતોનું માનવું છે કે હાલની ઇમિગ્રેશન સિસ્ટમ કાયદેસર રીતે અમેરિકા આવનારા લોકો માટે જોખમ ઉભું કરે છે. જ્યારે કાયદેસર પ્રવાસીઓની સહાયતા કરે છે જેને અનેક એમ્નેસ્ટી અને રેગ્યુલરાઇઝેશન પ્રોગ્રામ્સનો ફાયદો મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન