A Bollywood star whose love story is incomplete in real life
  • Home
  • Entertainment
  • Bollywood
  • રિયલ લાઇફમાં લવસ્ટોરી અધૂરી રહી ગઇ હોય એવા બોલિવૂડ સ્ટાર

રિયલ લાઇફમાં લવસ્ટોરી અધૂરી રહી ગઇ હોય એવા બોલિવૂડ સ્ટાર

 | 4:28 am IST
  • Share

  • કરિનાએ સૈફ સાથે લગ્ન કર્યાં જ્યારે શાહીદે મીરા રાજપૂત સાથે લગ્ન કરી લીધાં
  • બોલિવૂડમાં માધુરી અને સંજય દત્તની લવસ્ટોરી બહુ ચર્ચામાં હતી

બોલિવૂડ સ્ટાર ફિલ્મોને લઇને સમાચારમાં રહે છે, પરંતુ તેમની પર્સનલ લાઇફ પણ કોઇ ફિલ્મથી કમ નથી હોતી. બોલિવૂડમાં અનેક એવા સિતારા છે, જે પોતાની રીલ લાઇફ કરતાં રિયલ લાઇફને લઇને ચર્ચામાં રહેતા હોય છે. લગ્ન સિઝન પૂરબહારમાં ચાલી રહી છે, ત્યારે બોલિવૂડ સ્ટારની લવ સ્ટોરીની વાત કરીશું. બોલિવૂડમાં અનેક એવી લવસ્ટોરી છે જે પૂર્ણ થાય એ પહેલાં અધૂરી રહી જાય છે. આજે આપણે એવા સ્ટાર્સની વાત કરીશું જેમણે પ્રેમ તો કર્યો પણ તેમનો પ્રેમ લગ્નના બંધનમાં બંધાય એ પહેલાં તૂટી ગયો, અધૂરો રહી ગયો.  

શાહીદ કપૂર અને કરિના કપૂર

શાહીદ અને કરિના પહેલી વખત 2004માં ફિલ્મ ફિદામાં સાથે દેખાયાં હતાં. આ ફિલ્મમાં કામ કરતાં કરતાં બંને એકબીજા પર ફિદા થઇ ગયાં હતાં. બંનેની જોડી પડદા ઉપર ખાસ કમાલ ન કરી શકી પરંતુ રિયલ લાઇફમાં સમાચારમાં રહી. બંને એકબીજા માટે સીરિયસ હતાં. લગ્ન કરવાં પણ ઇચ્છતાં હતાં પરંતુ 2007માં ફિલ્મ જબ વી મેટના સેટ પરથી જાણવા મળ્યું કે એમના સંબંધ બગડી રહ્યા છે. કરિના અને શાહીદ બંને સાથેની પહેલી હિટ ફિલ્મ હતી. ફિલ્મ સુપરહિટ રહી પરંતુ બંનેના સંબંધો ફ્લોપ થઇ ગયા. એ પછી કરિનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યાં જ્યારે શાહીદે મીરા રાજપૂત સાથે લગ્ન કરી લીધાં.  

સલમાનઐશ્વર્યા                  

બોલિવૂડમાં ભાઇજાન તરીકે જાણીતા સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની લવસ્ટોરીથી ભાગ્યે જ કોઇ અજાણ હશે. બંનેનો પ્રેમ સંજય લીલા ભણસાળીની ફિલ્મહમ દિલ દે ચૂકે સનમદરમિયાન પાંગર્યો હતો. બંને એકબીજાને બહુ પ્રેમ કરતાં હતાં, પરંતુ બંનેના સંબંધો લગ્નના બંધનમાં બંધાય એ પહેલાં જ પૂરા થઇ ગયા. કહેવાય છે કે સલમાન ખાનનો ગુસ્સાવાળો સ્વભાવ અને ઓવર પઝેસિવ નેચર નડી ગયો. સલમાને ઘણી વખત ઐશ્વર્યા ઉપર હાથ પણ ઉપાડયો હતો. આ કારણસર ઐશ્વર્યાએ સલમાન સાથેના સંબંધોનો અંત આણી દીધો.  

સંજય દત્ત અને માધુરી દીક્ષિત

બોલિવૂડમાં માધુરી અને સંજય દત્તની લવસ્ટોરી બહુ ચર્ચામાં હતી. એક સમય એવો આવ્યો જ્યારે સંજય દત્ત અને માધુરી દીક્ષિત એકબીજાની ખૂબ નજીક આવી ગયાં હતાં. એમનો પ્રેમ લગ્નમાં પરિણમે એ પહેલાં સંજય દત્ત એક બેડ બોયના રૂપમાં દુનિયાની સામે આવ્યા હતા. જેથી તેમની લવ સ્ટોરીનો અંત આવ્યો.  

અભિષેક બચ્ચનકરિશ્મા કપૂર

લાંબા સમય સુધી એકબીજા સાથે ડેટ કર્યા બાદ અભિષેક અને કરિશ્મા કપૂરે 2002માં સગાઇ કરી લીધી હતી. આ કપલે અમિતાભ બચ્ચનના 60મા જન્મદિવસે સગાઈ કરી હતી. જોકે, 2003માં આ સગાઇ તૂટી ગઇ. એક રિપોર્ટ મુજબ સંબંધો તૂટવાનું કારણ કરિશ્માની માતા બબીતા હતી. એવા સમાચાર પણ ચર્ચામાં હતાં કે કરિશ્મા બચ્ચન પરિવારથી ખુશ નહોતી, કારણ કે તેઓ એવું ઇચ્છતા હતા કે લગ્ન પછી કરિશ્મા ફિલ્મોમાં કામ ન કરે. પરિણામે તેઓ લગ્ન પહેલાં જ વિખૂટાં પડી ગયાં.  

અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટી

બોલિવૂડના ખેલાડી એટલે કે અક્ષય કુમારના શિલ્પા શેટ્ટી સાથેના પ્રેમસંબંધો ઇન્ડસ્ટ્રીમાં બહુ ફેમસ હતા. બંને જલદી લગ્ન કરશે એવા સમાચાર સંભળાઈ રહ્યાં હતા. લગ્ન પછી શિલ્પા ફિલ્મોમાં કામ કરે એવું અક્ષય નહોતા ઇચ્છતા. આ વાત શિલ્પા માનવા તૈયાર નહોતી. એ જ કારણસર શિલ્પા અને અક્ષયના સંબંધો ખતમ થઇ ગયા. એ પછી શિલ્પાએ બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે અને અક્ષયે ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કરી લીધાં.  

વિવેક ઓબેરોયગુરપ્રીત ગિલ

બોલિવૂડમાં આવતા પહેલાં વિવેક ઓબેરોય અને મૉડેલ ગુરપ્રીત ગિલ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. સગાઈ પણ થઇ ચૂકી હતી. જોકે ટાઇટ શેડયૂલને કારણે બંને વચ્ચે અંતર થવા લાગ્યું અને પછી બંનેની સગાઈ તૂટી ગઈ હતી

રણબીર કપૂર અને  દીપિકા પદુકોણ

આ બંનેની લવસ્ટોરી બહુ રસપ્રદ રહી. તેમના ફૅન એમનાં લગ્નની આતુરતાપૂર્વક રાહ જોતા હતા. દીપિકા રણબીરના પ્રેમમાં એટલી ગળાડૂબ હતી કે તેણે રણબીર કપૂરના નામનું ટેટુ પોતાની ગરદન ઉપર ચિતરાવ્યું હતું, પરંતુ બંનેના સંબંધો સફળ ન થયા. આજે દીપિકા રણવીર સિંહની પત્ની છે. જ્યારે રણબીર કપૂર આલિયા ભટ્ટની સાથે રિલેશનશિપમાં છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો