A Bootlegger Attack on a Police Red at Surat in Gujarat
  • Home
  • Gujarat
  • સુરત: દારૂની રેડ પાડવા ગયેલ પોલીસ પર બુટલેગરનો હુમલો, 2 પોલીસ જવાન ઈજાગ્રસ્ત

સુરત: દારૂની રેડ પાડવા ગયેલ પોલીસ પર બુટલેગરનો હુમલો, 2 પોલીસ જવાન ઈજાગ્રસ્ત

 | 9:47 pm IST

ગાંધીના ગુજરાતમાં છાશવારે દારૂ પકડાય છે. બુટલેગરોને જાણે કાયદાનો કોઇ ભય નથી રહ્યો તેવું લાગી રહ્યું છે. તેવામાં સુરત ખાતે રેટ પાડવા ગયેલ પોલીસ પર બુટલેગરોએ હુમલો કરતા ચકચાર મચી છે.

સુરતના વરાછામાં બુટલેગરો બેફામ બનતા જાય છે. ત્યારે સુરતના વરાછામાં સ્ટેટ વિજિલન્સની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. દરોડા પાડવા જતા સમયે બુટલેગરોએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો.

બુટલેગરના આ હુમલામાં 2 પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયા છે. બુટલેગરો દ્વારા સ્ટેટ વિજિલન્સની બે ખાનગી કારોમાં તોડફોડ કરવામાં આવી છે.

જ્યાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરાઈ હતી. જેની જાણ થતાં સ્ટેટ વિજિલન્સની ટીમ દરોડા પાડવા પહોચી હતી. અને બુટલેગરો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન