કરોડોનું હતું દેવુ, દીકરીને ઑસ્ટ્રેલિયા ભણવા મુકવા માટે થઇ તકરાર અને પછી...... - Sandesh
  • Home
  • Featured
  • કરોડોનું હતું દેવુ, દીકરીને ઑસ્ટ્રેલિયા ભણવા મુકવા માટે થઇ તકરાર અને પછી……

કરોડોનું હતું દેવુ, દીકરીને ઑસ્ટ્રેલિયા ભણવા મુકવા માટે થઇ તકરાર અને પછી……

 | 6:28 pm IST

અમદાવાદનાં જજીસ બંગલો વિસ્તારમાં એક વેપારીએ પોતાની પત્ની અને 2 દીકરીઓની ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાએ ચકચાર મચાવ્યો છે. વેપારીએ પોતાની પાસે રહેલી લાઇસન્સવાળી બંદૂકથી હત્યા કરી હતી અને ત્યારબાદ તે પોતે પણ આત્મહત્યા કરવાનો હતો. જો કે કર્મચારીઓ આવી જતા તેણે આત્મહત્યા કરી નહોતી. ત્યારબાદ વેપારીએ ઘટના વિશે પોલીસને જાણ કરી હતી.

અમદાવાદનાં જજીસ બંગલો વિસ્તારમાં રત્નમ ફ્લેટનાં 202 નંબરનાં મકાનમાં ધર્મેશ શાહ અને તેની પત્ની અને 2 દીકરીઓ રહે છે. વેપારી પર બેંકનું 10 કરોડ અને દોસ્ત પાસેથી લીધેલા 15 કરોડ રૂપિયાનું દેવુ હતું. તેમની દીકરી હેલીએ CEPT માંથી B.Tech સિવિલ એન્જીનિયરિંગ કર્યું હતું, જ્યારે બીજી દીકરી દીક્ષા પણ CEPTમાં B.Tech સિવિલ એન્જિનિયરિંગ કરતી હતી.

વેપારીને કરોડોનું દેવુ હતું અને તેમની દીકરી હેલીને એમબીએ કરવા માટે ઑસ્ટ્રેલિયા જવુ હતું જે માટે 70 લાખ જેટલો ખર્ચ થવાનો હતો. તો તેમની બીજી દીકરી દીક્ષાને 10 દિવસનાં કેમ્પમાં ઑસ્ટ્રેલિયા જવું હતું. રૂપિયા માટે ઘરમાં કંકાસ ચાલતી હતી. આ ઘટના વિશે પોલીસે કહ્યું કે, “ધર્મેશ શાહે લાયસન્સવાળી રિવોલ્વરથી હત્યા કરી હતી. ધર્મેશ શાહે જ પોલીસને ફોન કર્યો હતો. તેમણે પત્ની અને 2 પુત્રીનાં મર્ડરની વાત કરી હતી. 7 વાગે પત્ની અને દીકરીઓ સુતા હતા ત્યારે તેમને મારવામાં આવ્યા હતા. ધર્મેશ પાસે લાઇસન્સવાળી 2 બંદૂક હતી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન