A cat was caught stealing a bundle of notes.captured on a CCTV
  • Home
  • Videos
  • Featured Videos
  • માણસો તો ઠીક હવે તો બિલાડી પણ ચોરી કરવા લાગી, રૂપિયાના બંડલ સાથે સીસીટીવીમાં થઈ કેદ

માણસો તો ઠીક હવે તો બિલાડી પણ ચોરી કરવા લાગી, રૂપિયાના બંડલ સાથે સીસીટીવીમાં થઈ કેદ

 | 3:37 pm IST

સોશિયલ મીડિયા (Social Media)ના જમાનામાં વિવિધ અવનવા વીડિયો (Video) અને ફોટો (Photo) વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આજે એક ક્યૂટ બિલાડીનો વીડિયો વાયરલ (Video Viral) થયો છે. તમે વાંદરાને તો કોઇ વ્યક્તિ પાસેથી કંઇ ઝૂંટવતા જોયો જ હશે. અથવા તો કોઇ ભૂખ્યા પશુને ભોજન ચોરતા જોયા હશે પરંતુ શું તમે ક્યારેય કોઇ જાનવરને નોટોનું બંડલ ચોરતા જોયુ છે? અને તે પણ બિલાડી? જી હા આવું જ કંઇક બન્યુ છે રશિયામાં.

અહીં એક બિલાડી (Cat) નોટોનું બંડલ ચોરતા પકડાઇ ગઇ. બિલાડીની હરકત ત્યાંના સીસીટીવી કેમેરા (CCTV Camera)માં કેદ થઇ ગઇ છે. વીડિયોમાં જોઇ શકાય છે કે બિલાડી (Cat) છુપાઇને એક બાર(Bar)માં કાઉન્ટરની પાછળ જાય છે અને પછી નોટોનું બંડલ મોઢામાં દબાવીને ઝડપથી ભાગવાનો પ્રયાસ કરે છે. જો કે ત્યાં પાસે જ ઉભેલા એક શખ્સે બિલાડીની આ કરામત જોઇ લીધી અને તેણે બિલાડીને ભાગતા રોકી લીધી. જુઓ મજેદાર VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન