એક બાળકના પિતાએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું - Sandesh
  • Home
  • Gujarat
  • એક બાળકના પિતાએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું

એક બાળકના પિતાએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું

 | 6:57 pm IST

આણંદ પાસે ચીખોદરા ગામમાં સગીરાને અપરણિત હોવાનું કહી પોતાની પ્રેમજાડમા ફસાવીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઈને મરજી વિરૃદ્ધ દુષ્કર્મ ગુજાર્યા બાદ તરછોડી દેતાં નાસી પાસ થઈ ગયેલી સગીરાએ ઘરે પરત આવીને પોતાના પિતાની મદદથી ફરીયાદ નોંધાવતાં આણંદ ગ્રામ્ય પોલીસે ચીખોદરાના ઈસમ સામે અપહરણ અને દુષ્કર્મ ગુજારી તરછોડી દેવાનું ગુનો નોંધી તેને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યાં છે.

ઘટના અંગે પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ચીખોદરા ગામમાં રહેતી અને મુળ ગોરખપુર ઉત્તરપ્રદેશનાં પરિવારની સગીરાને ગામમાં જ રહેતો એક છોકરાનો બાપ જયેશ દીનેશ પરમારે પોતે કુંવારો હોવાનું જણાવીને સગીરા સાથે મિત્રતા બાંધી તેને પ્રેમજાડમાં ફસાવી ગત ર૬ જુનના રોજ ઘરેથી ભગાડીને લઈ ગયો હતો અને પોતાની પાસે રાખી સગીરા હોવાનું જાણવા છતાં તેને લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે મરજી વિરૃદ્ધ દુષ્કર્મ ગુજારીને ૩-૪ દિવસ બાદ તરછોડીને ચાલ્યો ગયો હતો. જેના બાદ આઘાતમાં સરી ગયેલી સગીરાએ તેના પિતાની મદદથી આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે જયેશ દીનેશ પરમાર રહે. ચીખોદરા વડલી બજાર સામે ગુનો નોંધી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન