ભારતના આ મંદિરમાં વસે છે શાકાહારી મગર, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો video - Sandesh
NIFTY 10,561.75 +35.55  |  SENSEX 34,422.11 +90.43  |  USD 65.7525 +0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ભારતના આ મંદિરમાં વસે છે શાકાહારી મગર, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો video

ભારતના આ મંદિરમાં વસે છે શાકાહારી મગર, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો video

 | 12:34 pm IST

કેરળના કોચ્ચિ જિલ્લામાં આવેલ અનંતપુર મંદિરમાં રહે છે એક મગર. હા, આ મંદિર ભગાવન વિષ્ણુના જ સ્વરૂપ ભગવાન અનંત-પદ્મનાભસ્વામીને સમર્પિત છે. આ મંદિરમાં એક તળાવ છે. આ કેરળનું એક માત્ર મંદિર છે, જે તળાવની વચ્ચોવચ આવેલું છે. આ તળાવમાં એક મગર રહે છે. મગરને લોકો ભગવાનનો સેવક અને મંદિરનો રક્ષક માને છે.

આ મગરનું નામ બબિયા છે. બબિયાના વિશે કહેવામાં આવે છે કે તે માંસાહારી નથી. તે માત્ર પ્રસાદ ખાઇને રહે છે. તળાવની માછલીઓ અને અન્ય જંતુઓને પણ બબિયા કઇ કરતો નથી. મંદિરમાં આવનારા ભક્તો ભગવાનને પ્રસાદ અર્પણ કરવાની સાથે બબિયા માટે પણ પ્રસાદ મુકીને જાય છે.

આ મંદિરમાં વર્ષોથી મગર છે, પણ જે ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, તે મરતો કેમ નથી તેના વિશે પણ અનેક પ્રશ્નો મનમાં પેદા થાય છે. મંદિર મેનેજમેન્ટથી સંકળાયેલા લોકોનું કહેવું છે કે જ્યારે આ તળાવમાં એક મગરનું મૃત્યુ થઇ જાય છે તો આશ્ચર્યજનક રીતે બીજો મગર આવી જાય છે. આ મગરને પ્રસાદ માત્ર મંદિરના પુજારી ખવડાવે છે. મંદિરમાં આવનાર ભક્તોને મગરને પ્રસાદ ખવડાવવાની પરવાનગી નથી.