એ.ડી.એ.જી. ગ્રૂપ વોલેટાઇલ જોવા મળ્યું - Sandesh

એ.ડી.એ.જી. ગ્રૂપ વોલેટાઇલ જોવા મળ્યું

 | 1:01 am IST

કોલ-પુટ એન્ડ કોલરઃ જનક સલ્લા

ઓગસ્ટ એક્સ્પાયરીના અંતે સ્ક્રિપ ઓપ્શનમાં ઓપ્શન ટ્રેડિંગ ઘણું સક્રિય રહ્યું. એ.ડી.એ.જી. ગ્રૂપની સ્ક્રિપ, રિલાયન્સ કેપિટલ, આરકેપ અને રિલાયન્સ ઇન્ફ્રા (આસ ઇન્ફ્રા)માં તેજીનો માહોલ એક્સ્પાયરી અને એક્સ્પાયરીના એક સેશન પહેલાં થયો. ઓપ્શન વેલ્યૂ, ખાસ કરીને કોલ ઓપ્શન વેલ્યૂ જ્યારે ઝીરો થઇ ગઇ હતી ત્યારે ફ્યૂચરમાં આવેલ નવી તેજીએ બંને સ્ક્રિપના કોલ ઓપ્શનમાં ઇન્ટરેસ્ટિંગ વેલ્યૂમાં વધારો કર્યો અને ઓપ્શન શોર્ટ વેચાણ પોઝિશનમાં ટ્રેડરોને નુકસાન થયું તો ઓપ્શન લોંગ (ખરીદી કરેલ) પોઝિશન બનાવેલા ટ્રેડરોને ફાયદો થયો હતો.

ફ્યૂચરથી હેજ ઓપ્શનનું ટ્રેડિંગ સક્રિયપણે સપ્ટેમ્બર એક્સ્પાયરીમાં જોવા મળ્યું. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતે અને ઓગસ્ટ એક્સ્પાયરીના અંતને કારણે સપ્ટેમ્બર એક્સ્પાયરીમાં ઓપ્શન ઓળિયા બદલાતા જોવા મળ્યા. એ.ડી.એ.જી. ગ્રૂપની બંને સ્ક્રિપોના સપ્ટેમ્બર ઓપ્શનમાં પણ પ્રીમિયમથી વધારો થતા ઇમ્પ્લાઇડ વોલેટિલિટીમાં વધારો જોવા મળ્યો. ગુરુવાર સેશનમાં આર ઇન્ફ્રાના સપ્ટેમ્બર એક્સ્પાયરી ઓપ્શનમાં શરૂઆતમાં એટ-ધી મની નજીક (હવે ઇન-ધી-મની) ૪૬૦ના કોલ ઓપ્શનની સ્ટ્રાઇક પર વોલ્યુમ વધતું જોવા મળ્યું, તો ગયા સપ્તાહના અંતે હવે એટ-ધી-મની ૪૮૦ની કોલની સ્ટ્રાઇક પર અને આઉટ ઓફ ધી મની ૫૦૦ના કોલ ઓપ્શનની સ્ટ્રાઇક પર સૌથી વધુ વોલ્યુમ જોવા મળ્યું. ૫૦૦ ના કોલ ઓપ્શનની સ્ટ્રાઇક પર સૌથી વધુ વોલ્યુમ જોવા મળ્યું. ૫૦૦ કોલ ઓપ્શનની સ્ટ્રાઇક ૮.૨૦ લાખના ઓપન ઇન્ટરેસ્ટ સાથે ૩૮.૬૦ ટકાની ઇમ્પ્લાઇડ વોલેટિલિટી ટ્રેડ થતાં બંધ આપી હતી જે ૪૫.૫૦ ટકા ઉપરમાં ટ્રેડ થતા જોવા મળી હતી. ૫૦૦ની સ્ટ્રાઇકનું પ્રીમિયમ ૧૨.૧૦ રૂપિયા બંધ આવ્યું. લિક્વિડ વોલ્યુમ ધરાવતી ૪૮૦ના કોલ ઓપ્શનની સ્ટ્રાઇક શુક્રવારના અંતે ૧૯.૩૦ રૂપિયાના પ્રીમિયમ પર ૩૬.૦૫ ટકા બંધ આપી હતી. જે ઉપરમાં ૪૩.૬૦ ટકા સુધી ટ્રેડ થતી જોવા મળી હતી.   જ્યારે કે આસ કેપમાં સપ્ટેમ્બર એક્સ્પાયરીમાં એટ-ધી-મની કોલ ઓપ્શનની ૪૮૦ની સ્ટ્રાઇક ૩૭.૨૦ ટકા ઇમ્પ્લાઇડ વોલેટિલિટી બંધ આપી હતી. જે ઉપરમાં ૪૧ ટકા સુધી ટ્રેડ થતી જોવા મળી. આર કેપમાં સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ પણ આઉટ ઓફ ધી મની ૫૦૦ કોલ ઓપ્શનની સ્ટ્રાઇક પર જ ૩.૯૭ લાખ સાથે નોંધાયું છે. શુક્રવાર અંતે ૧૧ રૂપિયાના સ્ટ્રાઇક પ્રીમિયમ પર ૪૦ ટકાની ઇમ્પ્લાઇડ વોલેટિલિટી ટ્રેડ થતાં બંધ આપી હતી જે ઉપરમાં ૪૪.૫૦ ટકા ટ્રેડ થતી જોવા મળી હતી. આ સપ્તાહમાં પણ બંને સ્ક્રિપોમાં વોલેટિલિટી જોવા મળી શકે છે.