A Dalit girl from Keshod Kheersara village donated hair for cancer victims
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સલામ છે કેશોદ ખીરસરા ગામની યુવતીને, જેણે મુંડન કરાવીને પોતાના ઘરેણા સમાન વાળનું દાન કર્યું

સલામ છે કેશોદ ખીરસરા ગામની યુવતીને, જેણે મુંડન કરાવીને પોતાના ઘરેણા સમાન વાળનું દાન કર્યું

 | 9:08 pm IST
  • Share

કોઈપણ યુવતી નાનપણથી તેના વાળની સુંદર રીતે માવજત કરતી આવે છે અને એમ પણ લાંબા મજબૂત વાળ કોને ન ગમે?, પણ આજે કેશોદના ખીરસરા ગામની યુવતી સોંદરવા રવિનાએ તેના સવા ફૂટ જેટલા લાંબા વાળ કપાવીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. આ રવીનાએ બાળપણથી પોતાના માથાના વાળ પર એકપણ વાર કાતર ફેરવવા દીધી નથી અને આજે તેણીએ પોતાના વાળ કેન્સર પીડિત મહિલાઓ માટે ડોનેટ કર્યા છે.

કીમિયોથેરાપી અને અન્ય રેડિયેશન ટ્રીટમેન્ટથી કેન્સર પીડિતો પોતાના વાળ ગુમાવી દે છે ત્યારે એવી યુવતીઓ અને મહિલાઓની પડખે ઉભા રહેવા, તેમને કોઈપણ જાતની શરમનો અનુભવ ન થાય તે માટે છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરની બહેનો આ અભિયાનમાં જોડાઈને તેમના વાળ વિગ બનાવવા માટે Education of social science and Research Center Mehsana (N.G.O) 9723211354 પર ડોનેટ કરી રહી છે.

જેમાં જૂનાગઢ જિલ્લામાં આ પહેલો કિસ્સો છે. આમ રવિનાભાઈ બહેન સહિત સાત પરિવાર સાથે રહે છે અને પરિવાર મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે જેમાં ખીરસરા ગામની યુવતીએ કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ ડીવાઇન હેર સલૂન ખાતે મુંડન કરાવીને વાળને NGOમાં ડોનેટ કર્યા હતા.

સોંદરવા રવિના પણ તેનો જ એક ભાગ બની હતી. આ અભિયાન માટે દરેક સમાજને એક સંદેશો પણ આપવા માંગે છે કે કોઈપણ દીકરીને તેના લુકથી જજ કરવાનું બંધ કરો. કેન્સર પીડિતો માટે સામાજિક મેન્ટાલીટી ચેન્જ કરો. બાલ્ડ લુક આમ પણ એક ટ્રેન્ડ બની ગયો છે.ગુજરાતમાં હજુ બહુ ઓછી યુવતીઓ આગળ આવીને આવી હિંમત દર્શાવે છે ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નાના એવા ખીરસરા ઘેડ ગામની યુવતીએ સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે.

જુઓ આ પણ વીડિયો: ગુજરાતની 6 મનપાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ નીતિન પટેલનું મોટું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન