બળાત્કારી ડૉક્ટર પ્રકરણ: કંમ્પાઉન્ડરને બચાવવા પોલીસ સાથે આટલા રૂપિયાનો થયો વહીવટ? - Sandesh
  • Home
  • Baroda
  • બળાત્કારી ડૉક્ટર પ્રકરણ: કંમ્પાઉન્ડરને બચાવવા પોલીસ સાથે આટલા રૂપિયાનો થયો વહીવટ?

બળાત્કારી ડૉક્ટર પ્રકરણ: કંમ્પાઉન્ડરને બચાવવા પોલીસ સાથે આટલા રૂપિયાનો થયો વહીવટ?

 | 9:27 pm IST

દુષ્કર્મનો ભોગ બનેલી એક સગીરાને દવા આપી ગર્ભ પડાવી દેવાના ચકચારભર્યા બનાવમાં ડો. પ્રતીક અને કંમ્પાઉન્ડર દિલીપ ગોહિલને બચાવવા પોલીસને એક લાખ રૃપિયાનો વહીવટ કરાયો હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું છે. આ આક્ષેપ થવા પાછળનું કારણ પણ વ્યાજબી છે. કારણ કે, સગીરાનો ગર્ભ પડાવવા દવા કોણે આપી હતી? તેનું નામ આજદીન સુધી પોલીસે ખોલ્યું નથી.

અનગઢમાં રહેતી એક ૧૬ ર્વિષય કિશોરીને આરોપી કિશન રણછોડ ગોહિલ (રહે, કોટણા ગામ)એ પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જેને લઈ સગીરા ગર્ભવતી બની હતી, પરંતુ તેને દવા આપી ગર્ભ પડાવી દેવામાં આવ્યો હતો. દરમિયાન નંદેસરી પોલીસે કિશન ગોહિલ વિરુદ્વ ગુનો નોંધી તપાસ શરૃ કરી હતી. જે તે વખતે આરોપીની પુછપરછમાં કંમ્પાઉન્ડર દિલીપ ગોહિલે દવા આપી હોવાનું બહાર આવ્યું હતું.

જેના આધારે પોલીસે ડો. પ્રતીક અને દિલીપને પુછપરછ માટે બોલાવ્યા હતા, તે વખતે ડે. સરપંચ મહેન્દ્ર ગોહિલ પણ તેમની સાથેે હતો. પોલીસ સમક્ષ દિલીપે મેડિકલ સ્ટોર પરથી દવા લાવીને આપી હતી, તેમ જણાવ્યું હતું. જેથી પોલીસે મેડિકલ સ્ટોરવાળાને પણ બોલાવી પુછપરછ કરતાં તેણે હાથ અધ્ધર કરી દીધા હતા. આ ગંભીર કેસમાં આખો મામલો દબાવી દેવા પોલીસે રૃ. ૧ લાખનો વહીવટ કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ એક લાખ કોણે લીધા? તેની તપાસ થાય તો મોટામાથા બેનકાબ થાય તેમ છે.

ડે. સરપંચ મહેન્દ્ર જીએસીએલ કંપનીમાં સુપરવાઈઝર છે
ડોક્ટરને બ્લેકમેઈલ કરીને રૃ. ૫ લાખ પડાવાનો આરોપ જેના પર મુકાયો છે, તે ડે.સરપંચ મહેન્દ્ર ગોહિલ આણંદની કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલો છે. હાલમાં તે જીએસીએલ કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે. ડે.સરપંચ કરાટે પણ શીખવાડે છે.

વીડિયો વાઇરલ થતાં પીડિત મહિલાઓ પિયરમાં રવાના
ડોક્ટરની પાપલીલાનો ભોગ બનેલી મહિલાઓનો વીડિયો વાઇરલ થતાં જ તેમનાં ઘરમાં ધમાસાણ સર્જાયું છે. આ મહિલાઓએ તેમની રીતે બચાવ કર્યાે છે, પરંતુ સમાજમાં આબરૃની બીકે પીડિત મહિલાઓને પિયરમાં મોકલી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

મોબાઈલ ફોન, દવા અને પેન ડ્રાઈવ હ્લજીન્માં મોકલ્યાં
ડો.પ્રતીકના ક્રિષ્ણા ક્લિનિકમાંથી કબજે કરેલી દવા, ઇન્જેક્શન તેમજ આરોપી દિલીપ ગોહિલનો મોબાઈલ ફોન અને પેન ડ્રાઈવ હ્લજીન્માં મોકલી આપવામાં આવ્યા છે.

ઉમેટાની હદમાં ડો. પ્રતીકે નવું ક્લિનીક ખોલ્યું
મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા આચરતી વીડિયો ક્લિપ વાઈરલ થતાં જ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો. પ્રતીક જોશીને પકડવા ચાર ટીમો બનાવી છે, પરંતુ તેના હજૂ સુધી કોઈ સગડ મળ્યાં નથી. આરોપીના ઘરના સભ્યો પણ ગાયબ થઈ ગયા છે. ડો. પ્રતીકના નિકટના સબંધી નિવૃત પોલીસ અધિકારી હોવાનું પણ જાણવા મળ્યું છે. જેની ખરાઈ કરવા પણ એક ટીમ ગાંધીનગર જવાની છે. આ ઉપરાંત પોલીસે આરોપીના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ પણ મંગાવી છે. ડો. પ્રતીક જોશીનું ક્લિનીક બંધ થતાં તેણે આણંદની હદમાં ઉમેટા તરફ બીજું દવાખાનું શરૃ કર્યું હોવાનું કહેવાય છે.