A disgrace to the government for not bringing petrol-diesel under GST!
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • લો બોલો ! બે વર્ષમાં પેટ્રોલના ભાવ લગભગ ડબલ થયા

લો બોલો ! બે વર્ષમાં પેટ્રોલના ભાવ લગભગ ડબલ થયા

 | 4:27 pm IST
  • Share

  • પેટ્રોલ-ડીઝલના ભાવ હવે અંકુશ બહાર 
  • એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરાયો
  • લીટર દીઠ 21 ટકા જેટલો રાજ્ય સરકારનો ટેક્સ

પેટ્રોલ-ડીઝલના ભાવ હવે અંકુશ બહાર થઇ રહ્યાં છે. બે વર્ષમાં પેટ્રોલના ભાવ લગભગ બમણાં થવા આવ્યા છે. મોદી સરકારની 7 વર્ષની ઉપલબ્ધીઓમાં આ પણ લખી શકાય. જો રાજ્ય સરકારોને જીએસટી, કૃષિ બીલ જેવા કાયદાઓ લાગુ કરવા માટે મનાવી શકાતા હોય તો પછી પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સમાવવા અંગે કેન્દ્ર સરકાર કેમ ન મનાવી શકે? રાજ્યો આવકને લઇ જે વધારાની રકમની માંગણી કરતા હોય તેમને કેન્દ્ર સરકાર વધુ ફંડની વ્યવસ્થા કરી આપી લોકોને રાહત આપવાનો માર્ગ કેમ ન કાઢી શકે? કેન્દ્ર સરકાર આ નિર્ણય લે છે કે નહી તે તેમના હાથમાં પરંતુ ગુજરાત સરકાર ખુદ ઇચ્છે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે.

લીટર દીઠ 21 ટકા જેટલો રાજ્ય સરકારનો ટેક્સ

પેટ્રોલ અને ડીઝલ હાલમાં જીએસટી અંતર્ગત નથી આવતું. જેથી રાજ્ય સરકારો તેના પર પોતાની રીતે વેટ ઉઘરાવી રહી છે. બીજી તરફ તેના પર 4 ટકા સ્વચ્છતા ટેક્સ પણ ઉઘરાવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં વેટની વાત કરીએ તો 17 ટકા જેટલો વેટ અને 4 ટકા સેસ એટલે કે એક લીટર પેટ્રોલની ખરીદી પર 21 ટકા ટેક્સ રાજ્ય સરકાર દ્વારા ઉઘરાવવામાં આવે છે. અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા તેની અસર અન્ય પ્રક્રિયાઓ પર પડી રહી છે અને તેનાથી લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ટ્રાન્સપોર્ટેશન પર સૌથી વધુ અસર પડી રહી છે અને તેના કારણે જ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં પણ અસર જોવા મળી રહી છે.

એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરાયો

જો રાજ્ય સરકાર હાલમાં જ્યારે ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ વધી રહ્યાં તેવા સમયે પોતાની આવકનું જોખમ લઇને વેટમાં ઘટાડો કરીને જનતાને ટેક્સમાં રાહત આપી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે. જો કે, વક્રતાની વાત તો એ છે કે, જનતાના નિર્ણયો લેવા માટે દર બુધવારે યોજાતી રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને લઇ કોઇ ચર્ચા કરવામાં આવતી નથી. રાજ્ય સરકારના પૂર્વ નાણાંમંત્રી નીતિન પટેલ તો ત્યાં સુધી કહી ચૂક્યા છે કે, સરકારની અન્ય આવકો બંધ હોવાથી સરકાર પેટ્રોલ-ડીઝલના ટેક્સમાં ઘટાડો કરી શકે તેવી સ્થિતિમાં નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો