વોલમાર્ટને એક તડબુચ પડ્યું રૂ. 50 કરોડમાં - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • વોલમાર્ટને એક તડબુચ પડ્યું રૂ. 50 કરોડમાં

વોલમાર્ટને એક તડબુચ પડ્યું રૂ. 50 કરોડમાં

 | 2:37 pm IST

અમેરિકાના  અલબામા રાજ્યમાં વોલમાર્ટને એક તડબુચના બદલામાં  75 લાખ ડોલર (રૂ. 50 કરોડ) ચુકવવા પડ્યા છે. અમેરિકાનો પૂર્વ સૈનિક વોલમાર્ટ સ્ટોરમાં તડબુચ લેવા ગયો હતો અને અંદર જતાં જ અધવચ્ચે પડી જતાં તેની કેડ ભાંગી ગઈ હતી. કોર્ટે આ સૈનિકને વળતર ચુકવવા વોલમાર્ટને આદેશ આપ્યો હતો.

આ નિવૃત સૈનિક હેનરી વોકર જૂન 2015માં વોલમાર્ટમાં ગયા હતા. ત્યારે તેઓ 59 વર્ષના હતાં. તેઓ તડબુચ લેવા જતાં હતાં ત્યારે તેમનો એક પગ પાસેની લાકડીમાં ભરાઈ ગયો હતો. આથી તેઓ પડી ગયા હતાં અને તેમના થાપાનું હાડકું ફ્રેકચર થઈ ગયું હતું.

વોકરના વકીલે કોર્ટમાં વોલમાર્ટનો વીડિયો પણ રજૂ કર્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે વોકરની જેમ અનેક લોકોનો પગ ફસાઈ ગયો હતો. આટલું જ નહીં વોકર અઠવાડિયામાં ત્રણ દિવસ બાસ્કેટબોલ રમતા હતાં પરંતુ હવે તેમનુ જીવન જ બદલાઈ ગયું છે અને તેઓ એકલા ચાલી શકતા નથી. ચાલવા માટે તેમને વોકરની જરૂર પડે છે.