A fake liquor manufacturing factory was arrested in Ahmedabad
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ, આરોપી મહિલાની ધરપકડ

અમદાવાદમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ, આરોપી મહિલાની ધરપકડ

 | 5:35 pm IST

બ્રાન્ડેડ વસ્તુના નામે બનાવટી વસ્તુ વેચવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. પરંતુ બનાવટી દારૂ વેચવાના આવા જ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેવામાં અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં બનાવટી દારૂનું વેચાણ પર પોલીસે રેડ કરી હતી. જેમા એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. જોકે અન્ય 5 આરોપી ફરાર છે. જે અંગે પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા આશ્રય- 9 ફ્લેટનો ડી-103 નંબરનાં મકાનમાં સસ્તી દારૂને મોંઘી બોટલોમાં ભરીને વેચાણ કરવામાં આવતુ હતુ. બાતમીના આધારે પીસીબીની ટીમે ગત મોડી રાતે દરોડા પાડી નયના મોદી નામની મહિલા આરોપીને ઝડપી લીધી છે. આરોપી પાસેથી ઘરમાં રહેલી 220 જેટલી દારૂની બોટલો પણ કબ્જે કરવામાં આવી છે. જોકે ઝડપાયેલ આરોપી નયનાનો પુત્ર રાહુલ અને તેના અન્ય 4 મિત્રો ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે,

પીસીબીએ દરોડા પાડી તપાસ કરતા મહિલાના ઘરમાથી સસ્તી દારુની બોટલો અને મોંઘી દારૂની ખાલી બોટલો કબ્જે કરવામાં આવી છે. નયના મોદીના પુત્ર રાહુલનો અકસ્માત થયા બાદ તેના મિત્રો સાથે મળી બનાવટી દારુ વેચવાનુ રેકેટ શરૂ કર્યુ હતું. જેમા આરોપી સસ્તી દારુને મોંઘી બનાવી વેચાણ કરતા હતા. જે અંગે પોલીસે ગુનો નોંધી દારૂનુ વેચાણ કરનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે, ત્યારે આ ગુનામાં ફરાર આરોપીની ધરપકડ બાદ શું નવા ખુલાસા થાય છે તે જોવુ રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન