A Family Saved Life Of A Bear Who Is In Trouble Because Of Plastic
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • રિંછનાં મોઢામાં ફસાઈ ગયો પ્લાસ્ટિકનો ડબ્બો, નદીની વચ્ચોવચ્ચ ‘જીવનદાતા’ બન્યો આ વ્યક્તિ

રિંછનાં મોઢામાં ફસાઈ ગયો પ્લાસ્ટિકનો ડબ્બો, નદીની વચ્ચોવચ્ચ ‘જીવનદાતા’ બન્યો આ વ્યક્તિ

 | 1:12 pm IST
  • Share

અમેરિકન રાજ્ય વિસ્કૉન્સિનમાં એક નાનું રિંછનું બચ્ચુ એ સમયે મુસીબતમાં સપડાયું જ્યારે તેનું મોઢું પ્લાસ્ટિકનાં ડબ્બામાં ફસાઇ ગયું. જાનવરને બચાવવા માટે એક પરિવાર આવ્યો. ટ્રિશિયા હર્ટ અને તેમનો પરિવાર ત્યારે માછલી પકડી રહ્યો હતો, ત્યારે રિંછનું બચ્ચુ તેમની પાસેથી પસાર થયું. તેનું મોઢું પ્લાસ્ટિકની બોટલથી ઢંકાયેલું હતુ. તે પ્લાસ્ટિકની બોટલ મોઢામાં ફસાયેલી લઇને તડપતુ નદીમાં તરી રહ્યું હતુ.

પરિવારે રિંછનાં બચ્ચાને બચાવવાનો નિર્ણય કર્યો અને અંતમાં પ્લાસ્ટિકનાં જબ્બાને મોઢા પરથી બહાર નીકાળી દીધું. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રવિવારનાં આ વિડીયોને ફેસબૂક પર શેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ અત્યાર સુધી 9 લાખથી વધારે વ્યૂઝ આ વિડીયોને મળી ચુક્યા છે. લોકોએ સોશિયલ મીડિયા પર આ પરિવારની પ્રશંસા કરી છે. એક યૂઝરે લખ્યું કે, ‘તમને સલામ, તમે જે પ્રકારે રિંછની મદદ કરી તે શાનદાર છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન