a fan registered star on sushant singh rajput name
  • Home
  • Entertainment
  • Bollywood
  • હવે સુશાંત આકાશમાં કાયમી તારો બની ચમકશે, સૌરમંડળમાં રજીસ્ટર થયું અભિનેતાનું નામ

હવે સુશાંત આકાશમાં કાયમી તારો બની ચમકશે, સૌરમંડળમાં રજીસ્ટર થયું અભિનેતાનું નામ

 | 8:05 am IST

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને 21 દિવસ વીતી ગયા છે. પરંતુ હજી પણ કોઈ તેમને ભૂલી શક્યુ નથી અને કદાચ સુશાંતની ખોટ ક્યારેય નહી પુરી શકાય. સુશાંતના ચાહકો તેને પ્રેમથી યાદ કરી રહ્યા છે. સુશાંતના ચાહકો તેમને જુદી જુદી રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સુશાંતના એક પ્રશંસકે તેમને વિશેષ શ્રદ્ધાંજલિ આપી છે. સુશાંતના એક ચાહકે તેના નામે એક તારો ખરીદી લીધો છે.

સુશાંત સિંહ રાજપૂતને સ્પેસ, ગેલેક્સી અને ચાંદ તારાઓ ખૂબ જ પસંદ હતા. સુશાંતે ચાંદ પર જમીન પણ લીધી હતી. જેને તે ટેલિસ્કોપ દ્વારા જોયા કરતો હતો. સુશાંતે 55 લાખ રૂપિયાનો ટેલીસ્કોપ લીધુ હતુ. જે તેના ઘરના બેઠક ખંડમાં રાખવામાં આવ્યુ હતુ. આ સાથે જ સુશાંતના એક ચાહકે પણ ટ્વીટ કર્યું છે કે તેણે સુશાંતના નામનો એક તારો રજિસ્ટર કરાવ્યો છે.

સુશાંતની આ પ્રશંસકનું ટ્વિટર એકાઉન્ટ રક્ષાના નામે છે. રક્ષા અમેરિકા રહે છે. તેણે પોતાના ટ્વીટ સાથે એક સર્ટિફિકેટ પણ શેર કર્યું છે. ટ્વિટ કરતા તેમણે લખ્યું કે, સુશાંત હંમેશા તારાઓનો શોખીન રહ્યો છે અને તેથી જ મે તેના નામનો એક તારો ખરીદ્યો છે જે હંમેશાં આ રીતે ચમકતો રહેશે.

રક્ષાએ શેર કરેલા પ્રમાણપત્ર મુજબ RA.22.121 પોઝિશનનાતારાનું નામ સુશાંતસિંહ રાજપૂત રાખવામાં આવ્યું છે. આ ટ્વીટ સોશિયલ મીડિયા પર હાલ ખુબજ વાયરલ થઈ રહ્યું છે.આ રીતે સુશાંતના પ્રશંસકે એક અલગ અંદાજથી તેને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન