farmer has been made a government officer list of Election Commissioners
  • Home
  • Gujarat
  • સામાન્ય ખેડૂતને ચૂંટણીપંચની યાદીમાં ‘સરકારી બાબુ’ બનાવી દીધા

સામાન્ય ખેડૂતને ચૂંટણીપંચની યાદીમાં ‘સરકારી બાબુ’ બનાવી દીધા

 | 5:40 pm IST

સાબરકાંઠાના વડાલી તાલુકાના હિમતપુર ગામે આજે એક સામાન્ય ખેડૂતને ચૂંટણીપંચની યાદીમાં સરકારી બાબુ બનાવી દેતા સમગ્ર ગામમાં હંગામો સર્જાયો હતો તેમજ પ્રિસાઈડીંગ ઓફિસર દ્વારા આ ખેડૂતને મતદાન ન કરવા દેતા મામલો જિલ્લા ચૂંટણી અધિકારી સુધી પહોચ્યો હતો.

સાબરકાંઠાના વડાલી તાલુકાના હિંમતપુરા ગામના હસમુખભાઈ પટેલ જ્યારે મતદાન માટે મતદાન મથકે જાય છે ત્યારે પોલિંગ બુથના અધિકારીએ હસમુખભાઈને મતદાન ન કરવા જણાવ્યું હતું. જોકે મતદાન કેમ નહિ એવા સવાલની સામે સ્થાનિક ચૂંટણી અધિકારીએ હસમુખભાઈને સરકારી અધિકારી જાણાવી તેમના નામની સામે સરકારી સિક્કો બતાવી તેમનું મતદાન બેલેટ પેપર થઈ થઇ ગયાનું જણાવતા મામલો ગરમાયો હતો.

તમને જણાવી દઇએ કે, વર્ષોથી ગામમાં ખેતી કરતા હસમુખભાઈ પટેલ ક્યારેય ગવર્મેન્ટ વિભાગમાં ગયા નથી તેમજ ક્યારેય કોઈ સરકારી નોકરી માટે અરજી કરી નથી. જોકે આજે એકાએક સરકારી કર્મચારી હોવાની જાણ થતા સમગ્ર ગામમાં આ મુદ્દો ચર્ચાને એરણે પહોચ્યો હતો. જોકે આ મામલે આ ખેડૂતે સ્થાનિક મામલતદાર સહિત પ્રાંત અધિકારીને પણ રજૂઆત કરી હોવા છતાં મતદાન ન કરી શકતા ચૂંટણી પંચના અધિકારીઓ સામે પણ આક્ષેપ કર્યા હતા.

વાદળી તાલુકાનું હિમતપુર ગામ 800થી વધુની વસ્તી ધરાવે છે તેમજ સમગ્ર ગામ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલું છે જેના પગલે સ્થાનિક ગ્રામજનો એકબીજા ને સારી રીતે ઓળખતા હોય. જોકે હસમુખભાઈને સ્થાનિક સરપંચ વર્ષોથી ઓળખતા હોવાની સાથો સાથ ખેડૂત તરીકે જીવન પસાર કરતા હોવાનુ જણાવ્યું હતું. જોકે આ મામલે પ્રીસાઈડીંગ ઓફિસરે આ મામલે હસમુખભાઈને સરકારી બાબુ જ ગણ્યા હતા તેમજ મતદાનથી વંચીત રાખ્યા હતા.

આ પણ જુઓ: CM વિજય રૂપાણીની પ્રેસ કોન્ફરન્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન