4 વર્ષની બાળકીને સેક્સ માટે જાહેરાત આપનાર નરાધમ પિતાને 60 વર્ષની જેલ - Sandesh
  • Home
  • World
  • 4 વર્ષની બાળકીને સેક્સ માટે જાહેરાત આપનાર નરાધમ પિતાને 60 વર્ષની જેલ

4 વર્ષની બાળકીને સેક્સ માટે જાહેરાત આપનાર નરાધમ પિતાને 60 વર્ષની જેલ

 | 10:17 am IST

પોલીસના જણાવ્યા અનુંસાર એક વિસ્કૉન્સિન વ્યક્તિએ ક્રેગ્સલિસ્ટમાં પોતાની 4 જ વર્ષની માસુમ બાળકીને સેક્સ માટેની જાહેરાત આપી હતી. તે તેની બાળકીને સેક્સ માટે વેચવા માંગતો હતો. જાહેરાત બાદ પોલીસે તેને ઝડપી લીધો હતો. કોર્ટે આ કળયુગી નરાધપ પિતાને 60 વર્ષની જેલની સજા સંભળાવી હતી.

અમેરિકાના ટેક્સાસમાં હૈરિસ કાઉંટીની એક કોર્ટે એન્ડ્રુ જેમ્મ ટર્લેને આ સજા ફટકારી હતી. કોર્ટે એન્ડ્રુને આ સજા બાળકનો વ્યાપાર અને 18 વર્ષથી નાની ઉંમરની બાળકીને શારીરીક સંબંધ બાંધવા માટે મજબૂર કરવાના ગુના સર ફટકારી હતી. 30 વર્ષનો એન્ડ્રુને હ્યુસ્ટન પોલીસે ત્યારે ઝડપી પાડ્યો હતો જ્યારે પોલીસનું ધ્યાન એક જાહેરાત પર ગયું હ્તું. આ જાહેરાતનું નામ ‘પ્લે વિથ ડેડિઝ લિટલ ગર્લ’ (પપ્પાની નાની બાળકી સાથે રમો).

હૈરિસ કાઉંટીના જીલ્લા એટૉર્નીના જણાવ્યા પ્રમાણે ટર્લેએ પોતાની બાળકીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવાનું જણાવતો હતો અને ગ્રાહકો સાથે વાત પણ કરી રહ્યો હતો. તેણે લગભગ 70 ઈ-મેલમાં આ વાત કહી હતી.

એટલુ જ નહીં નરાધમ બાપ એન્ડ્રુએ કેટલાક ઈ-મેલમાં ઉલ્લેખ પણ કર્યો હતો કે, તે સેક્સ પહેલા બાળકીને ઉંઘવાની દવા આપી દેશે અને બે કલાકના 1000 ડૉલર લેશે. એટલે કે એક વાત સ્પષ્ટ હતી કે, એન્ડ્રુ એ વાત જાણતો હતો કે તેની દિકરીની ઉંમર સેક્સ માટે હજી ઘણી જ નાની છે. તેમ છતાં તે આ માટે તૈયાર હતો.

એન્ડ્રુ દ્વારા આપવામાં આવેલી જાહેરાત વાંચી પોલીસે જાળ પાંથરી હતી. પોલીસે પોતે જ ગ્રાહક બનીને એન્ડ્રુ સાથે વાત કરી હતી. પોલીસે એન્ડ્રુને ઝડ્પી લીધો હતો. એન્ડ્રુને નવેમ્બર 2015માં ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલીસે તપાસ હાથ ધરતા બાળકી તેની માતા સાથે હ્યુસ્ટનમાં જ રહી રહી હતી. બાળકી બેડરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. બાળકી એક ધાબળા નીચે નગ્ન અવસ્થામાં સુતેલી મળી આવી હતી. રિપોર્ટ અનુંસાર બાળકીની માતાને એન્દ્રુની આ હરકતની જોઈ જ જાણકારી નહોતી.

અમેરિકાના કાયદા અનુંસાર એન્ડ્રુને બે ગુના બદલ 30-30 વર્ષની સજા મળી છે. એન્ડ્રુને 75 વર્ષની ઉંમર પહેલા જામીન પણ નહીં મળી શકે.