બાયડ ડેપોની બસમાં ફેવિકોલ ભરેલું ડ્રમ ઢોળાયું પછી થઈ જોવા જેવી.. - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • બાયડ ડેપોની બસમાં ફેવિકોલ ભરેલું ડ્રમ ઢોળાયું પછી થઈ જોવા જેવી..

બાયડ ડેપોની બસમાં ફેવિકોલ ભરેલું ડ્રમ ઢોળાયું પછી થઈ જોવા જેવી..

 | 10:41 am IST

સલામત સવારી, એસ.ટી. અમારી..મુસાફરોને સવારી કરાવતા સમયે કોઈને કોઈ મુશ્કેલ ઘડી લાવી દેતી હોય છે. બાયડ એસ.ટી. ડેપોની બસ અંબાજીથી પરત ફરતી હતી જે સમયે રસ્તામાં દોડતી બસે ફેવિકોલ ભરેલા ડ્રમનું પ્રેશર સાથે ઢાંકણ ખૂલી જતાં ભારે થઈ હતી. ડ્રમમાંથી ફેવિકોલ એસ.ટી. બસમાં વેરવિખેર થતાં મુસાફરો જે સીટમાં બેઠાં હતાં તેમના બુટ-ચંપલ તે જ સ્થિતિમાં ચોંટી જતાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું.

જિલ્લામાં માર્ગો ઉપર દોડતી એસ.ટી. બસોની સાફસફાઈ યોગ્ય રીતે થતી નથી છતાં સલામત સવારી માની મુસાફરો ચોક્કસ રૃટ ઉપર એક જ એસ.ટી. બસમાં અપ-ડાઉન કરતા જોવા મળી રહ્યા છે. બાયડ એસ.ટી. ડેપો દ્વારા નિર્ધારીત રૃટ ઉપર દોડતી અંબાજી-હિંમતનગર-બાયડ એસ.ટી. બસ ગત રોજ મુસાફરોને લઈને પરત બાયડ તરફ આવતી હતી જે સમયે રસ્તામાંથી કોઈ મુસાફર ફેવિકોલના ડ્રમ સાથે બસમાં સવાર થયો હતો.

મુસાફરોની ભીડ હોવાથી કંડકટરે તેને છેક પાછળની સીટો તરફ ડ્રમ ખસેડવા માટે કહ્યું હતું જે દરમ્યાન પાછળની સીટો નજીક ડ્રમ પહોંચે તે અગાઉ પ્રેશર સાથે જ ડ્રમનું ઢાંકણ ખૂલી જતાં જ્યાં નજર કરો ત્યાં ફેવિકોલના થપ્પા લાગી ગયા હતા. મુસાફરો ભરેલી બસમાં ફેવિકોલ ઢોળાતાં અનેક મુસાફરોએ પોતાની સીટ છોડી અન્ય સીટ તરફ જવાનો પ્રયાસ કર્યાે પરંતુ ફેવિકોલમાં બુટ-ચંપલ ચીપકી જતાં હાસ્યસભર દ્રશ્યો સર્જાયાં હતાં. એસ.ટી. બસમાં ફેવિકોલ ઢોળાયાને બે દિ નો સમય વિતી ગયો હોવા છતાં એસ.ટી.ના સત્તાવાળાઓને બસની સાફસફાઈ કરવાનો સમય જ ન હોવાથી હાલમાં પણ ફેવિકોલથી લપેટાયેલી સીટો ઉપર બેસવાનું મુસાફરો ટાળી રહ્યા છે.