a fight between photographer was occurred-in-priyanka-and-nicks-wedding
  • Home
  • Entertainment
  • Bollywood
  • 9 મહિને કાંડ ખૂલ્યો, પ્રિયંકા-નિકના લગ્નમાં એવી બબાલ થઈ’તી કે પોલીસને ધક્કો થયો હતો

9 મહિને કાંડ ખૂલ્યો, પ્રિયંકા-નિકના લગ્નમાં એવી બબાલ થઈ’તી કે પોલીસને ધક્કો થયો હતો

 | 4:05 pm IST

લગભગ 2018ના ડિસેમ્બર મહિનામાં પ્રિયંકા અને નિકના લગ્ન થયા. બધા જાણે છે એમ પ્રિયંકા અને નિકના લગ્ન ખાનગી રાખવા માટે ઉંધા માથે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા. લગ્નનો એક પણ ફોટો બહાર ન જાય એ માટે પૂરો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમ છતાં સોશિયલ મીડિયામાં લગ્નની ઘણી તસવીરો વાયરલ થઈ હતી. આ જ ફોટોગ્રાફ્સના લીધે પ્રિયંકા-નિકના લગ્નમાં મોટી બબાલ થઈ ગઈ હતી.

એક રિપોર્ટ પ્રમાણે લગ્ન દરમિયાન મીડિયાનો એક માણસ ફોટો લેવાનો પ્રયાસ કરતો હતો અને ઝડપાઈ ગયો એમાં બબાલ થઈ હતી. બાઉન્સર સાથે ઝઘડો થયો હતો. લગ્નને ખાનગી રાખવા માટે નિક અને પ્રિયંકાએ તમામ પ્રયાસો કર્યા. વાત ત્યા સુધી હતી કે કંકોત્રીમાં પણ લખાવ્યું હતું કે, લગ્નના સ્થળે મોબાઈલ ફોન લાવવા પર પ્રતિબંધ છે.

આટલો બંદોબસ્ત હોવા છતાં એક મીડિયાકર્મીએ લગ્નનો ફોટો લેવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ત્યાં હાજર બાઉન્સર સાથે ઝઘડો થયો હતો. વાત હાથાપાઈ સુધી પહોંચી ગઈ હતી. આ બબાલ એટલી હદે વધી ગઈ હતી કે જોધપુર પોલીસને મદદે આવવું પડ્યું હતું. અને મામલો થાળે પાડવા માટે કહેવાયું હતું. ઉલ્લેખનીય છે કે પ્રિયંકાની બર્થ ડે પર નિકે ગ્રાન્ડ પાર્ટી રાખી હતી. માયામીમાં રાખેલી પાર્ટીમાં પ્રિયંકાની મમ્મી મધુ ચોપરા અને બહેન પરિણીતી ચોપરા પણ હાજર હતા.

આ વીડિયો પણ જુઓ: ગીર સોમનાથમાં 60 પરિવારના જીવ પર તોળાતો ખતરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન