A fire broke out at the Exchange Building, NCB office in Mumbai
  • Home
  • Entertainment
  • Bollywood
  • મુંબઈમાં NCBની ઓફિસમાં લાગી આગ, જ્યાં રિયા અને સુશાંત કેસની થઈ રહી છે તપાસ અને પૂછપરછ

મુંબઈમાં NCBની ઓફિસમાં લાગી આગ, જ્યાં રિયા અને સુશાંત કેસની થઈ રહી છે તપાસ અને પૂછપરછ

 | 2:05 pm IST

મુંબઈના બોલાર્ડ પિયરમાં આવેલ એક્સચેંજ બિલ્ડીંગમાં આગ લાગી છે. આ બિલ્ડીંગમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ઓફિસ આવેલી છે. ઘટનાસ્થળે ફાયર ફાઈટરના ગાડીઓ પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા. આ જ ઓફિસમાં અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ ચાલી રહી છે. અહીંયા રિયા ચક્રવર્તીથી લઈને દરેક ડ્રગ પેડલરની એનસીબી ઓફિસરો દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ધરપકડ પછી રિયાએ એક રાત એનસીબી ઓફિસના લોકઅપમાં કાઢી હતી.

જણાવવામાં આવી રહ્યુ છે કે એક્સચેંજ બિલ્ડીંગના ત્રીજા માળે એનસીબીની આફિસ આવેલી છે. ઘટનાસ્થળે પહોંચેલી ફાઈર ફાઈટરના જવાનો આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. હાલ આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. સાથે જ હાલ કોઈ નુકસાનીના સમાચાર નથી. ઘટનાના પગલે મુંબઈ પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે.

આ વીડિયો પણ જુઓઃ સુરતમાં પ્રવેશતા લોકોનું કોરોના ટેસ્ટિંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન