A fire broke out in Akash Complex on Relief Road in Ahmedabad
  • Home
  • Ahmedabad
  • રિલીફ રોડના આકાશ કોમ્પલેક્ષમાં આગ, 6 દુકાનો ઝપેટમાં જુઓ Video

રિલીફ રોડના આકાશ કોમ્પલેક્ષમાં આગ, 6 દુકાનો ઝપેટમાં જુઓ Video

 | 2:10 pm IST
  • Share

  • રિલીફ રોડ પર કોમ્પલેક્ષમાં આગ લાગી

  • આગ લાગતા ફાયરની ટીમ ઘટના સ્થળે 

 

અમદાવાદના રિલીફ રોડ પર કોમ્પલેક્ષમાં આગ લાગી છે. જેમાં આકાશ કોમ્પ્લેક્સમાં આગ લાગતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. તેમાં ફાયરની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.

આગ લાગતા આસપાસના રહિશોમાં ભયનો માહોલ ફેલાયો

અમદાવાદના રિલીફ રોડ પર આવેલા આકાશ કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી છે. રિલીફ ચાર રસ્તા પાસેના જુના કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં આગ લાગી હતી. નીચેના ફ્લોરથી ત્રણ માળ સુધીના કોમ્પ્લેક્સની છ જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે.

દુકાન પર લાગેલા બેનરોના કારણે પણ આગ વધુ વિકરાળ બની હતી. ફાયરબ્રિગેડની 6 ગાડીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે. આગ લાગતા આસપાસના રહિશોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો