A fire on the 13th floor building, 46 people dead in taiwan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • તાઈવાનમાં દુર્ઘટનાઃ 13મા માળે લાગેલી આગમાં 46 લોકોના મોત, અનેક ઘાયલ

તાઈવાનમાં દુર્ઘટનાઃ 13મા માળે લાગેલી આગમાં 46 લોકોના મોત, અનેક ઘાયલ

 | 5:54 pm IST
  • Share

  • તાઈવાનમાં મોટી દુર્ઘટના
  • બિલ્ડિંગમાં 13મા માળે લાગી આગ
  • આગમાં 46 લોકોના મોત, અનેક ઘાયલ

 

તાઈવાનમાં એક 13 માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી જેમાં કુલ 46 લોકોના મોત થયા હતા. આ બિલ્ડિંગ 40 વર્ષ જૂની હતી. તેમાં આગ લાગતા 11 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર ફાયર બ્રિગેડ અધિકારીઓનું કહેવું છે કે આ આગ સવારે 3 વાગ્યાની આસપાસ લાગી હતી અને તેમાં અનેક માળ બળીને ખાખ થઈ ગયા હતા.

11 લોકોના ઘટના સ્થળે મોત

તાઈવાનના અધિકારીએ કહ્યું કે આગમાં કુલ 46 લોકોના મોત થયા છે અને 41 લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે મૃત્યુ પામનારાના મૃતદેહને સ્મશાને મોકલી દેવાયા છે. 55 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલાયા છે. જેમાં 14 લોકોએ જીવ ખોવ્યો છે.

3 વાગે થયો હતો વિસ્ફોટ

આગની દુર્ઘટના સવારે 3 વાગે બની હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓ બચાવ કામમાં લાગેલા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી શોધી શકાયું નથી. સ્થાનિકોનું કહેવું છે કે સવારે 3 વાગે એક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. એક નિવેદનના અનુસાર આ બિલ્ડિંગ લગભગ 40 વર્ષ જૂની હતી અને તેની નીચે દુકાનો હતી. ઉપર લોકો રહેતા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો