‘મારે સેક્સ્યુઅલ સંબંધ રાખવા એક પાર્ટનર જોઈએ છે’ કહી યુવતીની છેડતી – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ‘મારે સેક્સ્યુઅલ સંબંધ રાખવા એક પાર્ટનર જોઈએ છે’ કહી યુવતીની છેડતી

‘મારે સેક્સ્યુઅલ સંબંધ રાખવા એક પાર્ટનર જોઈએ છે’ કહી યુવતીની છેડતી

 | 2:15 pm IST
  • Share

રાજ્ય પોલીસ (Gujarat Police)ના એકાઉન્ટર (Encounter) સામે પ્રશ્નો ઊભા કરી ન્યાય માંગવા નાટકીય રેલી કરનાર સ્પ્રાટ સંસ્થાના પ્રમુખ હસન જોહર (Hasan Johar) વિરુદ્ધ તેમની સંસ્થામાં કામ કરતી યુવતીએ શુક્રવારે ફરિયાદ નોંધાવી છે. યુવતીને જોહર કહેતા કે, મારે પાર્ટનરની જરૂર છે, જેની સાથે હું સેક્સયુઅલી સબંધ રાખી શકું તેમ કહી અશ્લિલ ચેનચાળા કરતા હતા. ઘટનાથી કંટાળીને યુવતીએ વેસ્ટ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી હસન જોહરને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

મૂળ પટનાની ૩૩ વર્ષીય મહિલા મિલી (નામ બદલ્યું છે) હાલ પીએચડીનો અભ્યાસ કરે છે. ગત તા. ૧-૧-૨૦૨૦ના રોજ મિલીએ સ્પ્રાટ સંસ્થા (SPRAT) માં નોકરી માટે એપ્લાય કર્યું હતું. ગત તા.૧૦-૧૦-૨૦૨૦ના રોજ સ્પ્રેટ સંસ્થાના પ્રમુખ હસન જોહરે પાલડી રાજનગર દીવાન બલ્લુભાઈ શાળા પાસે આવેલી સંસ્થાની હેડ ઓફ્સિ ખાતે મિલીનો ઇન્ટરવ્યૂ લીધો હતો. જોહરે મિલીની ફ્લ્ડિ અને સોશિયલ વર્ક ઓફ્સિર તરીકે પસંદગી કરી હતી. ૧૩-૧૦-૨૦૨૦ના રોજ મિલીએ જોબ શરૂ કરી હતી. શરૂઆતમાં હસન જોહરે ઁઇનું કામ અનુભવ ન હોવા છતાં મિલીને સોંપ્યું હતું. તેણીએ ઇનકાર કરતા તેઓએ થોડા દિવસો આ કામ કરવા કહ્યું હતું. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

મિલી કામ અર્થે જોહરની ઓફ્સિમાં જતી તો તેઓ તેની સાથે અસભ્ય વાત કરતા હતાં. એક તબક્કે જોહરે કહ્યું કે, મારે પાર્ટનરની જરૂર છે, જેની સાથે શારીરિક સબંધ (Physical Relationship) રાખી શકું. મિલીનો હાથ પકડી બાથ ભરી લેતા. તારે કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં, તું સેક્સ કરે છે કે નહીં? તેવી વાતો કરતાં હતા. અંતે કંટાળીને મિલીએ ૧૨ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ રાજીનામું આપી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન