A Girls Dance Group Video goes Viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે આ છોકરીઓ, લાખો લોકોએ જોયો આ Video

સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે આ છોકરીઓ, લાખો લોકોએ જોયો આ Video

 | 12:24 pm IST

વર્ષ 1979માં રિલીઝ થયેલ અમિતાભ બચ્ચન અને ઝીનત અમાનની ફિલ્મ ‘ધ ગ્રેટ ગેમ્બલર’નું એક ગીત ‘દો લફ્ઝોં કી હૈ’ લોકો વચ્ચે ઘણું લોકપ્રિય થયું હતું. જોકે હાલના સમયમાં પણ આ ગીતની લોકપ્રિયતા લોકો વચ્ચે યથાવત છે. આ ગીતમાં અમિતાભ બચ્ચનની સાથે ઝીનત અમાન નજરે આવી હતી. આ ગીતનો ક્રેઝ આજે પણ એટલો છે કે યુવાનો આ ગીત પર પોતાના ડાન્સ સ્ટેપના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. એવો જે એ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

આ વીડિયો એક ડાન્સ ગ્રુપનો છે. જેને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં 6 છોકરીઓ બેલી ડાન્સ કરી રહી છે. જે જોવામાં બહુ શાનદાર લાગે છે. ગયા વર્ષે નવેમ્બરમાં યુ ટ્યૂબ દ્વારા Payals Dance Academy દ્વારા અપલોડ કરવામાં આવેલો આ વીડિયો અત્યાર સુધી 16 લાખથી વધુ લોકોએ જોય છે. તેમના આ ડાન્સને યુ ટ્યૂબને સારો પ્રતિભાવ મળે છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા આજે એવું માધ્યમ બની ગયું છે કે એની સાથે દરેક વ્યક્તિ જોડાવા માંગે છે. આ માધ્યમથી યુવાન સમગ્ર વિશ્વની સામે પોતાનું ટેલેન્ટ દેખાડવામાં સફળ થયા છે. આવા ટેલેન્ટેડ યુવાનો માટે સોશિયલ મીડિયા એક વરદાન સમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન