A Gujarati Student, Studying in Australia, Died after Drowning in Sydney National Park
  • Home
  • Featured
  • ઓસ્ટ્રેલિયામાં રહીં અભ્યાસ કરતા ગુજરાતી વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત

ઓસ્ટ્રેલિયામાં રહીં અભ્યાસ કરતા ગુજરાતી વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત

 | 4:15 pm IST

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રાજેશભાઈ રમણભાઈ કથિરીયાનો એકનો એક દીકરો ઓસ્ટ્રેલિયામાં રહીં અભ્યાસ કરી રહ્યા હતો. સાહિલનું મોત પાણીમાં ડૂબી જવાના કારણે મોતને થયું છે. અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગયેલા સાહિલનું સિડનીના નેશનલ પાર્કમાં પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર મળતાની સાથે જ સાહિલના પરિવાર પર આભ તૂટી પડ્યા જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. સાહિલનો મૃતદેહ ગુરુવારે સુરત લવવામાં આવ્યો છે અને સુરતમાં જ તેની અંતિમયાત્રા યોજવામાં આવી હતી.

આ ઘટના બાબતે સાહિલના પરિવારના સભ્યોએ સવાલ ઉઠાવ્યા હતા કે પાર્કમાં ઓછું પાણી હોય છે તેવા સંજોગોમાં કેવી રીતે મોત થઈ શકે. મૂળ સૌરાષ્ટ્રના અમરેલીના સરસીયા ગામના વતની અને હાલ કતારગામના કોટેશ્વર નગરમાં રહેતા અને કન્ટ્રકશનના રોજગાર સાથે સંકળાયેલા રાજેશભાઈ રમણભાઈ કથિરીયા સંયુક્ત પરિવારમાં રહે છે. તેમનો દીકરો સાહિલ 11 મહિના પહેલા જ આઈટીના અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગયો હતો. જ્યાં તે બીજા ટર્મમાં અભ્યાસ કરી રહ્યો હતો. ભણવામાં હોશિંયાર સાહિલ આઈટી બાદ, કોર્ષ બદલીને સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરવા જઇ રહ્યો હતો.

આ અગાઉ ગત 29મીના રોજ તેઓ મિત્રો સાથે સિડનીના રોયલ નેશલ પાર્કમાં ફરવા ગયાં હતાં. જ્યાં પાર્કમાં રહેલા પાણીના તળાવમાં નાહવા પડવાથી મોત નીપજ્યું હતું.